તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ નગર પાલિકા વોર્ડ નં-7:એક સમયમાં ભરૂચની રોનક ગણાતું દાંડિયા બજાર, ગટરના દુષિત પાણી ઉલેચવા મજબૂર

ભરૂચ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વસંત પંચમીએ ભરૂચનો સ્થાપના દિવસઃ જૂના ભરૂચનો વિકાસ ઝાંખો પડ્યો

ભરૂચની રોનક જે વિસ્તારમાાં હતી તે દાંડિયા બજાર અને રતન તળાવ વિસ્તાર. નગર પાલિકાનો આ વિસ્તાર વોર્ડ નંબર - 7માં સમાવિષ્ટ છે. યોગાનુયોગ મંગળવારે ભરૂચનો સ્થાપના દિવસ પણ હતો. આ વિસ્તારમાં ગટરો ઉભરાવાના કારણે અનેક વખત માર્ગો ઉપર દૂષિત પાણી ફરી વળે છે. માત્ર ચોમાસામાં જ નહીં પણ ગટર ચોકઅપ થવાની સમસ્યા બારેમાસ રહે છે. સ્થાનિક કોર્પોરેટરને લોકો ફરિયાદ કરે તો માત્ર આશ્વાસન આપી ચાલ્યા જાય છે. જ્યારે ભરૂચની રોનક ગણાતું માતરિયા તળાવના બ્યુટિફિકેશનની વાતો અભરાઈએ ચઢાવી દેવાઈ છે.

કામગીરી માટે રોડ ખોદાયા બાદ પૂરાણ કરવામાં આવતુ નથી
અમારી આ વિસ્તારમાં છેલ્લા 60 વર્ષથી દુકાન આવેલી છે. સભ્યો દ્વારા નવા રોડ-રસ્તા મંજુર કરીને બનાવવામાં આવે છે,પરંતુ જે કોન્ટ્રાક્ટરને કામગીરી આપવામાં આવે છે તેના દ્વારા તકલાદી કામ કરતા અમુક વર્ષમાં રસ્તો ધોવાઈ જવાના કારણે રસ્તા બિસ્માર બને છે.રોડ પુનઃ જર્જરિત બની જાય છે.ચોમાસામાં અહીંયાથી સમગ્ર ભરૂચનું વરસાદી પાણી જતું હોવાથી દુકાને આવવામાં પણ ઘણી તકલીફો વેઠવી પડે છે.> હેમંત મિસ્ત્રી,દાંડિયા બજાર,ભરૂચ

ગંદકી હોવાથી બાળકો બહાર રમવા આવતા નથી
અમે લોકો વર્ષોથી આ વિસ્તારમાં રહીએ છીએ.પરંતુ અવાર નવાર પાણી અને ગટરો લીકેજ થવાના કારણે ભારે હાલાકી વેઠવી પડે છે.અવાર નવાર અહીંયાના ચૂંટાયેલા સભ્યોને રજૂઆતો કરીને થાકી ગયા છે.પરંતુ દર વખતે આશ્વાશન આપવામાં આવે છે પરંતુ કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.ગટરના ગંદા અને દુષિત પાણીના કારણે અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ત્રાસના કારણે ઘણા લોકો બીમાર પણ પડે છે.ગંદકીના બાળકોને રમવા માટે પણ બહાર નીકળી શકતા નથી. જયારે હોય ત્યારે કોઈને કોઈ કામગીરીના કારણે રોડ રસ્તા તોડી નાખવામાં આવે છે.- દક્ષા મોદી,દાંડિયા બજાર,ભરૂચ

માર્ગો ઉપર પાણી ભરાય જવાના કારણે ભારે તકલીફો વેઠવી પડે છે
હું મારા પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી દાંડિયા બજાર વિસ્તારમાં મારા પરિવાર સાથે રહું છું.મારા બાળકો યુનિયન સ્કૂલમાં અભ્યાસ કરે છે.ગટરો ચોકઅપ થઈ જવાના કારણે ગટરોનું દુષિત પાણી પણ રસ્તાઓ જમા થવાથી દુર્ગંધ મારે છે.ચોમાસામાં અહીંયા કમર સુધીના પાણી ભરાઈ જવાના કારણે બાળકોને સ્કૂલે મુકવા જવામાં પણ ઘણી જ તકલીફ પડે છે.રસ્તાઓ અને ગટરો બનાવતા પહેલા સુચારુ આયોજન કરાય તેવી માંગણી છે. - ધર્મિષ્ઠા રાણા,દાંડિયા બજાર,ભરૂચ

રસ્તા,ગટર લાઈનના તકલાદી કામના કારણે હાલાકી
અમારા દાંડિયા બજાર વિસ્તારમાં આમારા ઘર પાસેના વિસ્તારમાં બનાવામાં આવેલા આરસીસીનો રોડ અને ગટર લાઈનને પણ ઉપરથી બંધ કરવામાં આવી હતી.પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી કામના કારણે કેટલાય જગ્યા ઉપર મોટા કાણાઓ પડી જવાના કારણે ગટર લાઈનો લીકેજ સાથે અસહ્ય દુર્ગંધના કારણે ભારે તકલીફો વેઠવી પડી રહી છે. હાલમાં અમે લોકોએ જ્યાં જ્યાં કાણાઓ પડ્યા છે તે જગ્યા ઉપર પથ્થરો મૂકીને બંધ કર્યાથી થોડી રાહત મળી છે.આ મામલે અમારા વિસ્તારના સભ્ય પાલિકા પ્રમુખ હોવાથી તેમને પણ રજૂઆતો કરી છે તેમ છતાંય પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી. - સુનિલ ધોરાવાલા, દાંડિયા બજાર,ભરૂચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો