તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Dandi Yatra Starts From Samani Of Bharuch District And Reaches Tralsa, 65 Year Old From Ahmedabad Will Run And Complete The Yatra

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઝાદીના અમૃત મહોત્સવ:દાંડીયાત્રા ભરૂચ જિલ્લના સમનીથી નીકળી અને ત્રાલસા પહોંચી, અમદાવાદના 65 વર્ષીય વૃધ્ધ દોડીને યાત્રા પૂર્ણ કરશે

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 65 વર્ષીય પિયુષ શાહ ત્રીજી વારની દાંડીયાત્રામાં જોડાયા

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક દાંડીયાત્રા સમનીથી સવારે નીકળી અને ત્રાલસા ગામે પહોંચી હતી. દાંડીયાત્રામાં અમદાવાદના 65 વર્ષના પિયુષ શાહ દોડીને આખી યાત્રા પૂર્ણ કરશે. તે સૌથી પહેલા ભરૂચના ત્રાલસા મુકામે આવી પહોંચ્યા હતા.

પિયુષ શાહની આ ત્રીજી વારની દાંડીયાત્રા છે. દાંડીયાત્રામાં રોજેરોજ જે અંતર કાપવાનું હોય છે તમામ અંતર તેઓ દોડીને કાપે છે. ગાંધીજીના મૂલ્યો આદર્શો અને તેમના પથ પર ચાલી રહેલા દાંડી યાત્રિકો તમામ સંપૂર્ણ સ્વસ્થ છે. યાત્રામાં યુવાનો પણ જોડાયા છે અને યુવાનોના મત પ્રમાણે 80 વર્ષ પૂર્વે જે ગાંધીજીએ દાંડીયાત્રા કરી હતી. તેમાં અને આજની દાંડીયાત્રામાં ઘણું અંતર છે. બધી જ સુવિધાઓ પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, ત્યારે ગાંધીજીના પર ચાલવાનો આનંદ કંઈક અનેરો અને અલગ જ છે તેવું યુવાનોનું પણ માનવું છે માનવું છે.

હાલ ત્રાલસાના અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે દાંડિયાત્રીકો બપોરનું ભોજન લીધા બાદ ડેરોલ તરફ યાત્રા પ્રયાણ કરશે. અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે તેઓને સંપૂર્ણ સુવિધાઓ સંસ્થા દ્વારા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર તેઓ ક્યારેય દાંડીયાત્રા જોઈ નથી. પરંતુ આજની આ દાંડીયાત્રાનાને જોઈને ગાંધીજીની દાંડીયાત્રાના સંસ્મરણો તમામના માનસપટ ઉપર ઉભરી આવ્યા છે. દાંડીયાત્રામાં ગાંધીજી જ નથી બાકી તમામ સ્થળો અને માર્ગો એ જ છે જે વર્ષો પૂર્વે હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો