નુકસાન:ભરૂચમાં વરસાદી માહોલમાં જૂની કોર્ટ પાસે ટેકરાની માટી પડતાં ઝૂપડાને નુકસાન

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માટી ધસી પડતા જ ઘરમાંથી લોકો સમયસર બહાર આવી જતાં કોઇને જાનહાનિ નહીં

ભરૂચ શહેરમાં આવેલી જૂની કોર્ટ પાસે એક ટેકરાની માટી અચાનક ધસડી પડતાં નજીકમાં જ આવેલાં એક કાચા મકાન પર માટીનો કાટમાળ પડતાં તેના પતરા તુટી પડ્યાં હતાં. મકાનને ભારે નુકશાન થયું હતું. ઘટનાની જાણ થતાં લાશ્કરોની ટીમે તુરંત દોડી આવી હતી. જોકે, મકાનમાં રહેતાં લોકો પહેલા જ બહાર નિકળી ગયાં હોઇ કોઇ જાનહાની થઇ ન હતી.

ભરૂચ શહેરમાં બે દિવસ સતત વરસાદી માહોલ રહ્યો છે. જેના કારણે જર્જરિત મકાનો પર તેની ભારે અસર થઇ રહી છે. દરમિયાનમાં જૂના ભરૂચમાં આવેલી જૂની કોર્ટ પાસેની એક ઝૂપડપટ્ટીમાં રહેતો પરિવાર સવારે તેમના ઘરમાં નિયમિત તેમના કામ કરી રહ્યો હતો. તે વેળાં અચાનક નજીકની ટેકરીની માટી ઢસડીને તેમના ઝૂપડાં પર પડતાં તેમના ઘરના પતરા તુટી ગયાં હતાં.

અને માટીનો કાટમાળ તેમના ઘરમાં પડ્યો હતો. ઘટનાને પગલે એક મહિલા ઘરમાં ફસાઇ ગઇ હતી. જોકે, આસપાસના લોકોએ તુરંત દોડી આવી તેમને બહાર કાઢ્યાં હતાં. બીજી તરફ પાલિકાના લાશ્કરોને પણ જાણ કરવામાં આવતાં ટીમે સ્થળ પર દોડી આવી કાટમાળ દુર કરી તેમનો સામાન બહાર કાઢી આપ્યો હતો. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...