ફરિયાદ:જૂના ઝઘડાની રીસ રાખી ટ્રેક્ટરના કલ્ટીવેટરથી કાર-ટેમ્પોને નુકસાન

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાગરા તાલુકામાં આવેલાં વછનાદ ગામે બનેલી ઘટના

વાગરા તાલુકામાં આવેલાં વછનાદ ગામે રહેતાં એક વ્યક્તિએ તેનો ટેમ્પો-કાર ઘર પાસે પાર્ક કરી હતી. દરમિયાનમાં ગામમાં જ રહેતાં એક શખ્સે ટ્રેક્ટર કલ્ટીવેટર લઇ આવી તેનાથી કાર અને ટેમ્પોને નુકશાન કર્યું હતું. જે અંગે કહેવા જતાં શખ્સે વાહનો સાઇડમાં કેમ પાર્ક ન કર્યાં કહી તેમને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. બાદમાં નુકશાનીના રૂપિયા આપવાનું જણાવ્યાં બાદ પણ રૂપિયા નહીં આપતાં આખરે તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વાગરા તાલુકામાં આવેલાં વછનાદ ગામે લિમડા ફળિામાં રહેતાં ઘનશ્યામ સોમાભાઇ ગુજ્જરે તેમની મારૂતી વાન તેમજ છોટાહાથી ટેમ્પો તેમના ઘરની બાજુમાં પાર્ક કર્યો હતો. દરમિયાનમાં ગત 10મી સપ્ટેમ્બરે તેમના ફળિયામાં જ રહેતો નિતેશસિંહ ફતેસિંહ સોલંકી તેનું ટ્રેક્ટર કલ્ટીવેટર ત્યાંથી લઇને પસાર થઇ રહ્યો હોઇ તેનાથી ઘનશ્યામભાઇના છોટાહાથી ટેમ્પો તેમજ મારૂતિવાનને નુકશાન થયું હતું. ઘટનાને પગલે નિતેશસિંહે ઘનશ્યામના ત્યાં ચાકર તરીકે કામ કરતાં અબુબાઇ તેમજ તેમના ઘરે કામ કરતાં ધવલ ઉર્ફે ભોલાને અપશબ્દો ઉચ્ચારી તમે વાહનો સાઇડમાં કેમ મુકતા નથી કહી ધમકાવ્યાં હતાં.

જે તે સમયે તેણે નુકશાનીના રૂપિયા ચુકવવાનું જણાવ્યું હતું પરંતુ તેણે રૂપિયા આપ્યાં ન હતાં. અગાઉના ઝઘડાની રીસ રાખી તેણે વાહનોને નુકશાન કર્યું હોઇ તેની સામે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...