સાયક્લોથોન:અંકલેશ્વરમાં બાયસિકલ ક્લબ દ્વારા લોકોની ઇમ્યુનિટી જળવાય રહે તે હેતુથી સાયક્લોથોનનું આયોજન કરાયું

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર નાયબ કલેકટર રમેશ ભગોરાએ સાયકલોથોનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી
  • મોટી સંખ્યામાં સાયકલ સવારો જોડાયા

અંકલેશ્વરમાં કાર્યરત બાયસિકલ ક્લબ દ્વારા લોકોનું સ્વાસ્થય સારું રહે એ માટે અવાર-નવાર સાઇકલ રેલી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે હાલ કોરોનાકાળમાં સાયકલિંગ થકી લોકોની ઇમ્યુનિટી જળવાય રહે તે હેતુથી રવિવારના રોજ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં સાયકલ સવારો ફર્યા

અંકલેશ્વર જીઆઈડીસીના જોગર્સ પાર્ક ખાતેથી આયોજિત સાયક્લોથોનને પ્રાંત અધિકારી રમેશ ભાગોરાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સાયકલ સવારો જોડાયા હતા અને અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. આ કાર્યક્રમમાં અંકલેશ્વર બાયસિકલ ક્લબના નરેશ પૂજારા સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...