આજે "વિશ્વ સાયકલ દિવસ":ભરૂચ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત સાયક્લોથોનનું ગોલ્ડન બ્રિજથી પ્રસ્થાન કરાવાયું, મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયક્લોથોનનું ગોલ્ડન બ્રિજથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું
  • સાયકલ રેલીમાં ડિસ્ટ્રીક્ટ યુથ ઓફિસર સુદ્રતા ઘોષ અને અન્ય સંસ્થાના સભ્યો જોડાયા

નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ, યંગ જાયન્ટ્સ, એમ.કે.કોમર્સ કોલેજ તેમજ જન શિક્ષણ સંસ્થાન દ્વારા આજે શુક્રવારે વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે સાયક્લોથોન(સાયકલ યાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનનું ગોલ્ડન બ્રિજથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં સાયકલ સવારો જોડાયા હતા. આ સાયકલ રેલીમાં ડિસ્ટ્રીક્ટ યુથ ઓફિસર સુદ્રતા ઘોષ અને અન્ય સંસ્થાના સભ્યો જોડાયા હતા.

નોંધનીય છે કે એપ્રિલ 2018માં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ 3 જૂનને આંતરરાષ્ટ્રીય વિશ્વ સાયકલ દિવસ તરીકે ઘોષિત કર્યો હતો. વિશ્વ સાયકલ દિવસ માટેના ઠરાવ મુજબ સાયકલ એ વિશિષ્ટ, દીર્ઘતા અને વૈવિધ્ય ધરાવતું અને સદીઓથી ઉપયોગમાં રહેલું સરળ, સસ્તું, વિશ્વસનીય, સ્વચ્છ અને પર્યાવરણને યોગ્ય ટકાઉ પરિવહન માધ્યમ છે. ત્યારે સાયક્લોથોનનું આયોજન કરીને ભરૂચવાસીઓએ સાયકલ દિનની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...