જન જાગૃતિ ફેલાવવા સાયકલ યાત્રા:જમીન બચાવો અને વૃક્ષારોપણના સંદેશ સાથે ભારત ભ્રમણ પર નિકળેલા સાયક્લિસ્ટનું ભરૂચમાં સ્વાગત કરાયું

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશથી સાયક્લિંગ પર ભારત ભ્રમણ પર નિકળેલા પ્રદિપ યાદવ ભરૂચ આવી પહોંચતા તેનું ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભરૂચના સાયકલિસ્ટોએ ભવ્ય સ્વાગત કર્યું
જમીન બચાવો અને વૃક્ષારોપણના સંદેશ સાથે ઉત્તરપ્રદેશથી ભારત ભ્રમણ માટે સાઈકલ યાત્રા પર નીકળેલ પ્રદિપ યાદવ 13 રાજ્યોના 24,000 કિલોમીટરની સાઈકલ યાત્રા કરી ભરૂચ જિલ્લામાં પ્રવેશ કર્યો છે. જે જિલ્લા વિશ્રામગૃહ ખાતે આવી પહોંચ્યો હતો. જેનું ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જે સાઇકલ યાત્રીએ ટૂંકું રોકાણ કરી ભરૂચથી એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે અને ત્યાંથી રાજસ્થાન,પંજાબ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને લેહ લદાખમાં પણ સાયક્લિંગ દ્વારા જમીન બચાવો તથા વૃક્ષારોપણ બાબતે લોકોમાં જન જાગૃતિ ફેલાવશે.

અન્ય સમાચારો પણ છે...