કોરોના જાગૃતિ:કોવિડ સામે લોકજાગૃતિ માટે પાવાગઢની સાઈકલયાત્રા

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ અને અંકલેશ્વરના બંને સાઈકલિસ્ટ પ્રધાનમંત્રીનો સંદેશો લઈને નીકળ્યા

ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા અંકલેશ્વરના નિલેશ ચૌહાણ અંકલેશ્વરથી પાવાગઢ સુધી સાયકલ યાત્રા યોજી હતી. જિલ્લાના બંને સાયકલિસ્ટનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલો હોય છે. કોરોનાની ત્રીજી લહેરના આગમનની સાથે જ ફરી એકવાર લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે પ્રધાનમંત્રીના ત્રણ વાક્યો લઈને બંને સાયકલિસ્ટ પાવાગઢની સાયકલ યાત્રા પર નીકળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. ત્રીજી લહેર શરૂ થઇ છે. બંને સાયકલીસ્ટે રાજ્યની તમામ જનતાને અપીલ છે કે માસ્ક હંમેશા પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, ભીડભાડ વાળા સ્થળ પર ન જાઓ જેવા ધ્યેય સાથે અંકલેશ્વરથી પાવાગઢ સાયક્લિંગ કરી ને લોકો સંદેશ આપ્યો હતો. આ સાથે અંકલેશ્વરના નિલેશ ચૌહાણ 2 વર્ષ દરમિયાન 10000 (દશ હજાર) કિમી પુરા થવામાં 130 Km બાકી હોવાથી પાવાગઢની સાઈકલ યાત્રાનું આયોજન કરી 10 હજાર Km પૂર્ણ કરશે. ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે નીલકંઠવર્ણીની પ્રતિમાને જળાભિશેક કરી પ.પૂ. કોઠારી સ્વામી ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયત ના પૂર્વ સભ્ય કૌશિકભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનોએ બને સાયકલીસ્ટ નાના ઉમદા સાહસને બિરદાવી તેઓની સાથે જળાભિષેક કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...