બાળ દિવસની ઉજવણી:ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના જન્મદિવસ નિમિત્તે ભરૂચમાં બાળકો માટે સાયકલિંગ રાઈડ યોજાઈ

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50થી વધુ બાળકો અને સાયકલિંગ ગ્રુપના સભ્યોએ 5 કિલોમીટરની સાયકલિંગ રાઈડ કરી
  • ભાગ લેનારા સ્પર્ધકોને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા

ભારતનાં પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુનાં નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની આજે રવિવારે જન્મ જયંતિ છે. નહેરુનો જન્મ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદમાં 14 નવેમ્બર 1889નાં રોજ થયો હતો. તેમણે સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો. બાળકોને પ્રિય એવા જવાહરલાલ નહેરુનાં જન્મ દિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ભરૂચમાં સાયકલિંગ ગ્રુપ દ્વારા સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું.

જવાહરલાલ નેહરુ ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધીમાં સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા, સ્વતંત્ર ભારતનાં વડાપ્રધાન તરીકે તેઓએ 1947થી 1964 સુધી સેવા આપી હતી. દેશમાં બાળકોમાં અત્યંત પ્રિય એવા જવાહરલાલ નહેરુના જન્મદિવસને દેશભરમાં બાળકો માટે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગ રૂપે સાયકલિંગ ગ્રુપ દ્વારા પાંચ કિલોમીટરની સાયકલ રાઈડનું આયોજન બાળકો માટે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકો તથા સાયકલિંગ ગ્રુપના સભ્યોએ ભાગ લીધો હતો.

આ રાઈડ્સ દ્વારા નવી પેઢીના બાળકો દેશને આઝાદી અપાવનારા શહીદોને યાદ રાખે અને દેશદાઝની ભાવના તેમના મન કાયમ રહે તેમજ સ્વાસ્થ્ય પણ સારું રહે તે હેતુસર સાયકલિંગ ગ્રુપ દ્વારા ખાસ બાળકો માટે સાયકલિંગ રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાયકલિંગ રાઈડસની શરૂઆત ઝાડેસ્વર સ્થિત હરીહર કોમ્પ્લેક્સથી કસક સર્કલ, આષીશ હોટલ, જ્યોતિનગર થઈ હરિહર કોમ્પલેક્ષએ રાઈડ્સનું સમાપન થયું હતું. સાયકલિંગ રાઈડ્સ માં ભાગ લેનારા સાયકલિસ્ટોને ભરૂચ સાયકલિંગ ગ્રુપના સભ્યો સૌરભ મહેતા, રાજવીર સિંહ ઠાકોર, સંજય બીનિવાલા,મહેશભાઈ દોડીયા સહીતના સભ્યોનાઓએ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...