તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં હાલમાં મોટા ભાગના લોકો વ્યસની બનતા કેન્સરનો શિકાર બની રહ્યાં છે. જેમાં વધુ તમાકુના સેવનથી કેન્સર કેવી રીતે થાય છે તે પ્રકાશિત કરવા વર્લ્ડ કેન્સર ડે નિમિતે ફેઈથ ફાઉન્ડેશનના સાયકલ સવાર પ્રવીણ ગિરી અને અક્ષય અગ્નિહોત્રીએ અમદાવાદના સાબરમતીથી દાંડી સુધીની લોક જાગૃતિ યાત્રાનું 4 ફેબ્રુઆરીએ આયોજન કરીને પ્રસ્થાન કર્યું હતું.
લોક જાગૃતિ માટે નીકળેલી સાયકલ યાત્રાના બે સાયકલ સવાર ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચતા તેમનુ હાજર સભ્યો દ્વારા સન્માન કરાયું હતું.જેમાં જિલ્લા શિક્ષણ નિરીક્ષક સંગીતા મિસ્ત્રી અને નિરીક્ષક કે.વી.પરમાર અને યુવા વિકાસ અધિકારી એસ.કે.રાણાએ સાયકલ સવારનું સન્માન કરીને તેમના સાહસને બિરદાવ્યા હતા.જયારે તમાકુના સેવનથી વ્યસન અને પછી કેન્સર કેવી રીતે થાય છે તે પ્રકાશિત કરવા સ્વયંસેવકો દ્વારા એક સ્કીપ્ટ તૈયાર કરવામાં આવી હતી.યુવા સમર્થકોએ ગુજરાતમાં તમાકુ મુકત જનરેશનના ઉદ્રેશ્ય માટે અને ગુજરાતના તમાકુના સેવન અને કેન્સર સાથે લડનારાઓને મદદ કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.આ પ્રસંગે એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.નિલેશ પટેલે બંનેય સાયકલ સવારને બિરદાવ્યા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.