ભરૂચ કોરોના LIVE:ભરૂચના પૂર્વ કલેક્ટર અને હાલ અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે કોરોના પોઝિટિવ, જિલ્લામાં હાલમાં 791 લોકો સારવાર હેઠળ

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં પોઝિટિવનો કુલ આંક 1 હજાર પાર પહોંચી ગયો

ભરૂચ જિલ્લામાં છેલ્લાં બે દિવસથી રાજ્યના ચાર મહાનગરોની સરખામણીમાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યાં છે. જિલ્લામાં હાલમાં 791 લોકો સારવાર હેઠળ છે. ગુરૂવારે 308 કેસ સાથે સતત બે દિવસ ભરૂચ જિલ્લો રાજ્યમાં પાંચમાં ક્રમે રહ્યો હતો. સરકાર દ્વારા ગત 11મી જૂલાઇથી ત્રીજા લહેરના કેસોની ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 11મી જૂલાઇથી 31મી ડિસેમ્બર સુધીના 183 દિવસમાં માત્ર 74 કેસ નોંધાયાં હતાં. જોકે, જાન્યુઆરી મહિનાના માત્ર 13 જ દિવસમાં 992 કેસોનો ઉમેરો થતાં જિલ્લાનો કુલઆંક 1059 પર પહોંચી ગયો છે.

ભરૂચના પૂર્વ કલેક્ટર અને હાલ અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈ તેઓ હોમ આઇસોલેટ થયા છે. તેમજ તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામને લક્ષણ જણાય તો સતર્ક થવા અપીલ કરી છે.

ભરૂચ જિલ્લામાં ગુરૂવારે નોંધાયેલાં 308 કેસો પૈકી 243 કેસ માત્ર ભરૂચ પંથકમાં નોંધાયાં હતાંઉ જ્યારે અંક્લેશ્વરમાં 37, ઝઘડિયામાં 11, વાલાય અને વાગરામાં 6-6 કેસ, નેત્રંગમાં 4 અને જંબુસરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આમોદ તાલુકામાં હજી સુધી એકપણ કેસ નોંધાયો નથી.

જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલાં 1059 કેસ પૈકી ગુરૂવારે સાજા થયેલાં 94 લોકો મળી કુલ 267 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જોકે, હાલમાં 791 લોકો સારવાર હેઠળ છે. જેમાં પણ માઇલ્ડ સિન્ટમ્સવાળા 748 લોકો હોમ આઇસોલેશનમાં છે. અને માત્ર 43 લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...