તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:વાલિયા ગામના ધોબી ફળિયામાં સસ્તા અનાજની દુકાને ગ્રાહકો ભીડ, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ભીડ કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ આપતી નજરે પડી

ભરૂચ જીલ્લામાં હાલ કોરોના પોઝિટિવના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં વાલિયા ગામના ધોબી ફળિયામાં આવેલી સસ્તા અનાજની દુકાને ગ્રાહકો ઉમટી પડતાં સોશ્યલ ડિસ્ટનસિંગના ધજાગરા જોવા મળ્યા હતા.

ગ્રાહકોની લાંબી લાઇનને પગલે ભીડ જોવા મળી
વાલિયા તાલુકામાં પણ એકલ દોકલ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે વાલિયા તાલુકા લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાને પગલે બિન્દાસ્ત બની ગયા છે. જેનું તાજું ઉદાહરણ વાલિયા ગામના ધોબી ફળિયામાં આવેલા સસ્તા અનાજની દુકાન ખાતે ઉમટી પડેલી ભીડ પરથી લાગી રહ્યું છે. જ્યાં કેટલાક ગ્રાહકો માસ્ક વિના સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા. ગ્રાહકોની લાંબી લાઇનને પગલે ભીડ જોવા મળી હતી. ત્યારે આ ભીડને પગલે કોરોનાની ત્રીજી લહેરને લોકો ખુલ્લુ આમંત્રણ આપતા નજરે પડે છે. ત્યારે વાલિયા તાલુકામાં આવેલા અન્ય સસ્તા અનાજની દુકાન ખાતે પણ આવા જ હાલ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે તે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...