તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જંબુસર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની યોજાનારી સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષી રાજકારણમાં ગરમાવો આવ્યો નગરપાલિકા 28 જિલ્લા પંચાયત 4 તાલુકા પંચાયતની 22 બેઠકોની ચુંટણી માટે રાજકીય પક્ષો સહિત અપક્ષોએ પણ મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ભર્યા ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિને જીલ્લા પંચાયતમાં 8 ફોર્મ કુલ 21 ઉમેદવારીપત્રો ભરાયાં તાલુકા પંચાયત બેઠક માટે આજે ૩૫ ફોર્મ ભરાયા જ્યારે નગરપાલિકાના સાત વોર્ડમાં આજે કુલ ૬૩ ઉમેદવારીપત્રો ભરાયા તે પૈકી ભાજપ 24 કોંગ્રેસ ૫ બીટીપી 9 અપક્ષો 25 નો સમાવેશ થાય છે..
જંબુસર નગરપાલિકામાં ભાજપે ઉમેદવારી પસંદગી કરવામાં ભાજપે પોતાના માનીતા લાડકવાયા ઓની ટીકીટ ફાળવતા અસંતોષનો ચરૃ જોવા મળી રહ્યો છે જે સ્થાનિક નેતાગીરીની ભૂલને કારણે નારાજ થયેલા નગરજનો પૈકી વોર્ડ નંબર બેના પ્રજાજનોએ સ્વયંભૂ પોતાની પેનલ બનાવી અપક્ષ ઉમેદવારી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે વોર્ડ નંબર બેમાં પોતાની સ્વયંભુ પેનલ બનાવી બ્રાહ્મણના હસ્તે પૂજન અર્ચન કરી ગણેશ ચોકથી વાજતે ગાજતે ઉમેદવારી પત્રો ભરવા દરેક સમાજના સમર્થકો સાથે મોટી સંખ્યામાં પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા.
અપક્ષોના સમર્થકોની સંખ્યા જોઈ ભાજપના ઉમેદવારોના પેટમાં તેલ રેડાયું હતું તેવી જ રીતે તાલુકા પંચાયત બેઠકોના ૩૫ ફોર્મ ભરાયાં હતાં જેમાં મગણાદ બેઠક ઉપર તાલુકા ભાજપ અગ્રણી તથા મહાપુરા સરપંચ સુરેશભાઈ પટેલની ધર્મપત્ની તરલીકાબેન સુરેશભાઇ પટેલને ભાજપ તરફથી ટિકિટ ન ફાળવતા અને ત્રણ ઉમેદવારોની બનાવેલ પેનલમા નામ ન હોય તેવા પેરાશૂટ ઉમેદવારને ભાજપ તરફથી ટિકિટ અપાતા નારાજ થઈને અપક્ષ ઉમેદવારી આજરોજ નોધાવી હતી
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.