છેતરપિંડી:જાણીતા લોકોના એકાઉન્ટ હેક કરી છેતરપિંડી કરતા ક્રિમિનલ એક્ટિવ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લાના અધિકારીઓને ટાર્ગેટ કરી 78 હજારની માગણી કરી
  • એક એકાઉન્ટ હેક થાય તો બધા કોન્ટેક ફ્રોડનો શિકાર બનવાનો ખતરો

સોશિયલ મિડિયા પ્લેટફોર્મના માધ્યમથી લોકો પાસે રૂપિયા પડાવતી ટોળકી ભરૂચ જિલ્લામાં એક્ટિવ થઇ છે. આ પહેલા અજાણી વ્યક્તિઓ ફોન અને ટેક્સ મેસેજ કરીને છેતરપિંડી કરતા હતી. હવે જાણીતા વ્યક્તિઓના સોશિયલ મિડિયા એકાઉન્ટ હેક કરીને તેમના કોન્ટેક્ટ લિસ્ટના લોકોને ટાર્ગેટ કરીને છેતરપિંડી કરતા સાયબર ક્રિમિનલ એક્ટિવ થયા છે. નાગાલેન્ડ અને રાજસ્થાનથી આ સાયબર ક્રિમિનલ ઓપરેટ કરતા હોવાનું બહાર આવ્યુ છે. ભરૂચ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના સોશિયલ મિડિયા એકાઉન્ટ હેક કરીને તેમના જ સ્ટાફના કર્મચારીઓ પાસેથી રૂપિયાની ડિમાન્ડ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય માણસથી લઇને ક્લાસ 1-2 અધિકારીઓ પણ સાઇબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે શિક્ષિત લોકો વધુ ટાર્ગેટ બની રહ્યા છે. ઓટીપી આપવાનું ટાળવી જોઇએ જેથી સાઇબર ફ્રોડને રોકી શકાય.

અન્ય સમાચારો પણ છે...