તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડગ્રેબિંગ:ટંકારિયા ગામના પરિવાર સામે લેન્ડગ્રેબિંગનો ગુનો

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ તાલુકામાં આવેલાં ટંકારિયા ગામે રહેતાં એક આદિવાસી પરિવારની જમીન ગેરકાયદે પચાવી પાડનાર ઠેબા પરિવાર સામે પાલેજ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે.

ટંકારિયા ગામના 66 વર્ષીય મંગાભાઇ વસાવાની ફરિયાદમાં નોંધાયું છે કે, ગામના અમીના અબ્દુલ ઠેબા, મુબારક અબ્દુલ ઠેબા , યાસ્મિન અબ્દુલ્લાહ ઠેબા, ફરજાના અબ્દુલ્લા ઠેબા તેમજ રૂકશાના અબ્દુલ્લા ઠેબાએ તેમની જમીન પચાવી પાડી છે.તમામ દાદા પાસેથી જમીન વેચાણ કરારથી લીધી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જોકે, તે કરાર તેમના દાદાના મૃત્યુ બાદ થયો હોઇ તે બોગસ હોવાનું જણાયું હતું. દરમિયાનમાં તેમણે ભરૂચ કલેક્ટર સામે તેમની જમીન પર ગેરકાયદે કબજો થયો હોવાની અરજી કરતાં કલેક્ટરે તમામ દસ્તાવેજોના આધારે તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનોનોંધવાનો હૂકમ કરતાં તેમણે પાલેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...