કાર્યવાહી:અંકલેશ્વરમાં બે મકાન માલિકો સામે ગુનો દાખલ, બાંગ્લાદેશી આતંકવાદી અને હત્યાના આરોપીને ભાડે મકાન આપ્યા હતા

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ વેરિફિકેશન વગર ભાડેથી મકાન આપવા બદલ ગુનો દાખલ કરા

અંકલેશ્વરમાં બે મકાન માલિકો સામે બાંગ્લાદેશી આતંકવાદી અને હત્યાના આરોપીને પોલીસ વેરિફિકેશન વગર ભાડેથી મકાન આપવા બદલ ગુનો દાખલ કરાયો છે. અંકલેશ્વર સૂટકેસ મર્ડર મિસ્ટ્રીમાં છેલ્લા 12 વર્ષથી ગેરકાયદેસર વસવાટ કરતા 3 બાંગ્લાદેશી અને એક રિક્ષા ચાલક ઝડપાયા હતા. છેલ્લા 10થી 12 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ રહેતા બાંગ્લાદેશી હત્યારાઓની તપાસમાં અજોમ સમસુ આયનુદીન શેખ બાંગ્લાદેશી આતંકવાદી હોવાનો અને 4 હત્યા સહિત બેંક લૂંટ અને અનેક ભાંગફોડ બાંગ્લાદેશમાં કરી હોવાનો ઘટસ્ફોટ મંગળવારે જ થયો હતો.

હત્યારો અજોમ શેખ અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં સીદીક હાઝી ફકીર મોહમદ કુરેશીના મકાનમાં ભાડેથી રહેતો હતો. જ્યારે મહિલા બાંગ્લાદેશી આરોપી લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા (ઉ.વ. 37 હાલ રહે. મંગલદિપ સોસાયટી મીરાનગર રાજપીપલા રોડ સારંગપુર, અંકલેશ્વર) હેમંતભાઈ ઉર્ફે લાલો બંસીલાલ મોદીના મકાનમાં ભાડેથી રહેતી હતી.

બન્ને મકાન માલિકોએ ભાડુઆતો અંગે પોલીસને જાણ નહીં કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામના ભંગ બદલ અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી પોલીસે મકાન માલિકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...