તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Crime Filed Against A Total Of Seven Including A Woman Who Illegally Occupied Farmers' Land In Ankleshwar Taluka And Wagra Taluka.

છેતરપિંડી:અંકલેશ્વર તાલુકાનાં ભરણ અને વાગરા તાલુકામાં ખેડૂતોની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરનાર મહિલા સહિત કુલ સાત સામે ગુનો દાખલ

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ સામે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

અંકલેશ્વર તાલુકાનાં ભરણ અને વાગરા તાલુકામાં ખેડૂતોની જમીન પર ગેરકાયદેસર કબ્જે કરનાર મહિલા સહિત કુલ સાત ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવવા પામ્યો છે.

ગુણવંત છગન પટેલ અને ધીરુ છગન પટેલ પાસેથી ઉછીના 5.16 લાખ રૂપિયા લીધા

માંગરોળ તાલુકાનાં મોટી પારડી ગામના પરમાર ફળિયામાં રહેતા ભારતસિંહ ધીરજસિંહ મહિડા ખેતી કરી પોતાના પરિવાજનોનું ગુજરાન ચલાવે છે. જેઓની વડીલોપાર્જિત જમીન અંકલેશ્વર તાલુકાનાં ભરણ ગામની સીમમાં ખાતા નંબર-355 અને સર્વે નંબર-636 પર આવેલી છે. જે જમીન ઉપર તેઓએ વર્ષ-2004માં ભરણ ગામમાં રહેતા ગુણવંત છગન પટેલ અને ધીરુ છગન પટેલ પાસેથી ઉછીના 5.16 લાખ રૂપિયા લીધા હતા.

બંને ઇસમોએ ખેડૂતને ધમકી આપી તેઓ પાસે સાટાખત લખવી લીધું

જે બાદ તેઓએ 3 ટકાના વ્યાજે તેઓને વ્યાજ ચૂકવ્યું હતું. અને મુદ્દલ રકમ બાકી હતી. તે દરમિયાન બંને ઇસમોએ ખેડૂતને ધમકી આપી તેઓ પાસે સાટાખત લખવી લીધું હતું. અને તેઓની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી લીધો હતો. આ અંગે કોર્ટે બની બેઠેલા માલિકોના નામનો દાવો કાઢી નાખ્યા બાદ પણ ગુણવંત છગન પટેલ અને ધીરુ છગન પટેલે જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી મૂળ માલિકને જમીન નહિ આપતા બંને ઇસમો વિરુદ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવવા પામ્યો છે

તમામ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો

તો આવી જ રીતે વાગરા ગામના મુખ્ય બજાર વિસ્તારમાં ચીમન ચોકમાં રહેતા ધવલકુમાર ચંદ્રવનદ મોદી અને તેઓના કાકા ભરતકુમાર મોદીની સહિયારી જમીન ગામના સર્વે નંબર-691 આવેલ છે જે જમીનની બાજુમાં કાલિદાસ ખુશાલ આહિર, ઈશ્વર રામા આહિર,પ્રેમા રામા આહિર અને લખીબેન રામા આહિર,ઉર્મિલા રામા આહિર ખેતર આવેલું છે. જેઓ તમામે ધવલકુમાર ચંદ્રવનદ મોદીની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી તેના પર ત્રણ પાકા મકાનો અને ભેંસો બાંધવા માટે છાપરું બાંધી જમીન પચાવી પડી હતી. જે અંગે મૂળ માલિકે તેઓને જમીન ખાલી કરતાં કહેતા તેઓએ જમીન ખાલી નહિ કરતાં તેઓ તમામ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. પોલીસે દબાણકર્તાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...