તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ ઝડપાયું:ભરૂચમાં બાલવાડીના લાભાર્થીઓને અપાતો જથ્થો સગેવગે કરતા 6 ઇસમો સામે ગુનો દાખલ

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1,234 નંગ ટી.એચ.આરના પેકેટનો જથ્થો મળી કુલ રૂ.64 હજારથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચ તાલુકા પોલીસે દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસેથી બાલવાડીના લાભાર્થીઓને અપાતો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી 6 ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ટી.એચ.આરના પેકેટનો જથ્થો ગેરકાયદેસર મળી આવ્યો
ભરૂચ તાલુકા પંચાયતની કચેરીના આઈ.ડી.એસ કચેરીમાંથી ભરૂચ તાલુકાનાં ગામડાઓમાં બાલવાડીના પેકેટનો જથ્થો આંગણવાડીઓમાં વાહન મારફતે પહોંચાડવામાં આવે છે. જે જથ્થો છેલ્લા ઘણા સમયથી બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ આચરાઇ રહ્યું હોવાની બાતમીના આધારે બાળ વિકાસ અધિકારી રીટાબેન દિપક ગઢવીએ તેઓની ટીમ સાથે દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન તેઓને બાલવાડીના લાભાર્થીઓને અપાતો ટી.એચ.આરના પેકેટનો જથ્થો ગેરકાયદેસર મળી આવ્યો હતો.

કૌભાંડમાં આંગણવાડી કર્મીની પણ સંડોવણી
જે અંગે અધિકારીએ તાલુકા પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને સ્થળ પરથી 1,234 નંગ ટી.એચ.આરના પેકેટનો જથ્થો મળી કુલ 64 હજારથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને ટી.એચ.આરના પેકેટનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતાં સતા બેચર ભરવાડ, રામજી ભરવાડ, ભૂપત ભરવાડ અને લાખા ભરવાડ સહિત અન્ય બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં આંગણવાડી કર્મીની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...