તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:આમોદમાં બાળમજૂરીના મામલે શખ્સ વિરૂદ્ધ ગુનો

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચ્હાની લારી પર બે મહિનાથી કામ કરાવતો હતો

આમોદ ચાર રસ્તા પર આવેલી ચ્હાની લારીના સંચાલક દ્વારા 12 વર્ષના બાળક પાસે મજૂરી કરાવવામાં આવતા તેની સામે શ્રમ આયુક્તની ટીમે આમોદ પોલીસ મથકે ફરિયાદ નો઼ધાવી હતી.

ભરૂચની શ્રમ આયુક્તની કચેરીના અધિકારી રવિન શૈલેષ બ્રહ્મભટને પેન્સીલ પોર્ટલ પરથી ફરિયાદ મળી હતી કે, આમોદના ચાર રસ્તા પર આવેલી એક લારીના સંચાલકે 12 વર્ષના બાળકને મજૂરીએ રાખી તેની પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. જેના પગલે ટીમે તુરંત સ્થળપર દોડી આવી તપાસ હાથ ધરતાં સાજીદ વલી પટેલ (રહે. મછાસરા, ટેકરા ફળિયુ)નામનો શખ્સ તેની ચ્હાની લારી પર પૃથ્વી નિતેશ પઢિયાર(રહે. નવા વાડિયા) નામના 12 વર્ષના બાળકને કામે રાખ્યો હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે બાળક તેમજ ચ્હાની લારી સંચાલક સાજીદની પુછપરછ કરતાં બાળક છેલ્લા બે મહિનાથી તેના ત્યાં કામ કરતો હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે ભરૂચની મદદનીશ શ્રમ આયુક્તની કચેરીના અધિકારી રવિન બ્રહ્મભટે આમોદ પોલીસ મથકે ચ્હાની લારી સંચાલક સામે બાળ મજૂરીની કમલો હેઠળ ફરિયાદ નોંધાવતાં આમોદ પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો