ક્રિકેટ ટૂર્નામેન્ટ:ભરૂચમાં આહિર સમાજના ખેલાડીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ ચોજાઈ, જિલ્લામાંથી 32 ટીમોએ ભાગ લીધો

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાઈનલમાં ક્રિષ્ના ઈલેવનને હરાવી શિવ શક્તિ ટીમ વિજેતા બની
  • મેન ઓફ ધ મેચ અને સીરીઝની ટ્રોફી ભરૂચના બ્રિજ આહિરને એનાયત કરવામાં આવી

ભરૂચના નિકોરા ગામે આહીર સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષેની જેમ આ વર્ષે પણ આહિર સમાજ દ્વારા APL 14નું આયોજન કરાયું હતું. 11 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ચાલેલી ટૂર્નામેન્ટમાં જિલ્લા ભરમાંથી કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. જેની બુધવારના રોજ સેમિફાઈનલ અને ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ફાઈનલમાં ભરૂચની શિવ શક્તિ ટીમ વિજેતા બની હતી.

ભરૂચની શિવ શક્તિ અને દહેજની ક્રિષ્ના ઇલેવન વચ્ચે યોજાયેલી ફાઇનલ મેચમાં શિવ શક્તિ ઇલેવને પ્રથમ બેટિંગ કરી 12 ઓવરમાં 123 રન બનાવ્યાં હતા. ક્રિષ્ના ઇલેવનને ઓલ આઉટ કરી શિવ શક્તિ ટીમે ભવ્ય વિજય મેળવ્યો હતો.

મેન ઓફ ધ મેચ અને સીરીઝની ટ્રોફી ભરૂચના બ્રિજ આહિરને મળી હતી. જિલ્લા આહિર સમાજના પ્રમુખ ડાહ્યા આહિર સહિતના આગેવાનો અને સરપંચ હીરા આહીરની હાજરીમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...