રેસ્ક્યુ:કતલના ઇરાદે બાંધી રાખેલી ગાય-ત્રણ વાછરડાં બચાવાયાં

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટંકારિયાના શખ્સે તેના શેડમાં પશુ બાંધ્યાં હતાં
  • પાલેજ​​​​​​​ પોલીસ મથકે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે ઘોડી રોડ પર આવેલાં મિન્હાઝ પાર્કમાં એક શેડમાં કતલના ઇરાદે એક ગાય તેમજ ત્રણ વાછરડાં બાંધી રાખ્યાં હતાં. દરમિયાનમાં પાલેજ પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડી ગાય તેમજ ત્રણેય વાછરડાઓને બચાવી તેમને સારસંભાળ માટે કરજણ પાંજરાપોળ મોકલી અપાયાં હતાં. બનાવને પગલે પાલેજ પોલીસે શેડના માલિક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પાલેજ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારિયા ગામે ઘોડી રોડ પર આવેલાં મિન્હાઝ પાર્કમાં અસ્લમ યુસુફ ઉમટા નામનો એક શખ્સ ગની ગુલામ ઉમટાના મકાનની પાછળ એક પતરાના શેડમાં (કોઢિયા ઘરમાં) બકરી ઇદના તહેવાર નિમિત્તે કતલના ઇરાદે ચારેક ગૌવંશ બાંધી રાખેલ છે. જેેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

ટીમે શેડમાં તપાસ કરતાં એક ગાય તેમજ 3 વાછરડાંને કૃરતા પુર્વક બાંધેલાં તેમજ તેમના માટે ઘાસચારા તેમજ પાણીની સગવડ કરી ન હોવાનું જણાયું હતું. ટીમે ચારેય પશુઓને બચાવી લઇ તેમને સાર સંભાળ માટે કરજણ ખાતે આવેલાં પાંજરાપોળ ખાતે મોકલી આપ્યાં હતાં .ઉપરાંત પોલીસે શેડના માલિક અસ્લમ યુસુ ઉમરા વિરૂદ્ધ પ્રાણી કૃરતા અધિનિયમ તેમજ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...