હોળી-ધૂળેટીના પર્વમાં ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની રેલમછેલ કરવાના ઇરાદે જંબુસર તાલુકાના દોઢ ગઉનો આંબો ગામના બે પિતરાઇ ભાઇઓએ ગામની સીમમાં કોતરમાં દેશીદારૂ ગાળવાની બે ભઠ્ઠીઓ શરૂ કરી હતી. હતો.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જંબુસર તાલુકાના દોઢ ગઉ આંબો ગામે કમલેશ ઠાકોર અને નટવર ઠાકોર નામના શખ્સોએ મળી દેશીદારૂ ગાળવાની ભઠ્ઠીઓ શરૂ કરી છે. જેના પગલે ટીમે વડોદરાના પાદરા તાલુકાના મુવાલ ગામ ચોકડી થઇ ગવાસદ ગામ, માસર રોડ ગામ, અણખી ગામ દેવકુઇ ગામના નાકા પાસે પહોંચી ત્યાંથી તેઓ દોઢ ગઉ આંબો ગામે પહોંચી હતી.
ટીમે બાતમી મુજબની જગ્યાએ પહોંચતાં ઇકો કાર પાસે ઉભેલાં કમલેશ તેમજ જગદીશ નામના બેશખ્સોની ધરપકડ કરી હતી. ઝડપાયેલાં કમલેશની પુછપરછ કરતાં તેણે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, હોળી-ધૂળેટીમાં ગ્રામ્ય વિસ્તારમાં દેશીદારૂનું ચલણ હોઇ તેણે અને તેના પિતરાઇ ભાઇ નટવરે બે મહિનાથી દારૂ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તૈયાર કરેલો દારૂ તેઓ હોળી-ધૂળેટીમાં વેચવાના હતાં. જે બાદ તેમની દારૂ ગાળવાની બન્ને ભઠ્ઠીઓ સુધી જતાં ત્યાં અમરસિંગ તેમજ લક્ષ્મણ નામના અન્ય બે સાગરિતો પણ ઝડપાઇ ગયાં હતાં.
સ્થળ પર દારૂ ગાળવાની પ્રક્રિયા ચાલુ હોઇ ટીમે તમામ જથ્થો જપ્ત કરી સ્થળ પરથી જપ્ત કરાયેલાં 9365 લીટર વોશનો સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો. અરસામાં જંબુસર પોલીસના માણસો પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં. જે બાદ ટીમે એક કાર, 3 બાઇક તેમજ દારૂ બનાવવાના સાધનો સહિત કુલ 2.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બે મહિનાથી ભઠ્ઠીઓ ચાલુ કરી હોવાની કબૂલાત
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમના હાથે ઝડપાયેલાં કમલેશે કબુલાત કરી હતી કે, તેના પિતરાઇ ભાઇ નટવર સાથે બે મહિના પહેલાથી જ ગામમાં કોતરોમાં ભઠ્ઠીઓ ચાલુ કરી હતી. બે ભઠ્ઠી પૈકી એક પર તે પોતે દેખરેેખ રાખતોહતો. જ્યારે બીજી ભઠ્ઠી પર તેનો પિતરાઇ ભાઇ નટવર દેખરેખ રાખતો હતો
પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ; સામાન - કિંમત
આરોપીઓના નામ અને તેમનો રોલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.