ભરૂચના લક્ષ્મીનગર ખાતે રહેતા અસ્ફાક કાદર ખીલજીના મોટાપપ્પા સોકતના પુત્ર ઇમરાનની એડીપીએસના કેસમાં ધરપકડ થઇ હોઇ તે હાલમાં જેલમાં ગયો હતો. ભાઇ હોવાને નાતે તે અવાર નવાર તેને મળવા માટે જતો હતો. જોકે, તેના મોટાબાપા લિયાકતના પુત્ર સલમાનને ઇમરાન સાથે દુશ્મનાવટ હોઇ તેણે અસ્ફાકને ઇમરાનને મળવા ન જવા માટે કહેતો હતો. અને તેને વારંવાર તેને ધમકીઓ પણ આપતો હતો કે, હવે જો તેને મળવા જઇશ તો મજા નહીં આવે. છતાં તે ઇમરાનને મળવા જવાનું ચાલું રાખતાં સલમાને તેની સોથ ઝઘડો કર્યો હતો. જે અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ પણ કરી હતી.
જેની અદાવત રાખી ગઇકાલે રાત્રે તે જંબુસર બાયપાસ પર તેની ઇકો કાર લઇને ઉભો હતો. તે વેળાં સલમાને ત્યાં આવી તેની સાથે ઝઘડો કરી પત્થર મારતાં તેના માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. આસપાસના લોકોએ દોડી આવી તેને રોકી અસ્ફાકને વધુ મારથી બચાવ્યો હતો. જોકે બાદમાં સલમાને તેને હવે તું જંબુસર બાયપાસ પર દેખાયો તો તુ જીવતો નહીં રહે અને તેને જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકીઓ પણ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.