ભરૂચમાં સ્કુલની વિદ્યાર્થીનીનું અપહરણ કરી બળાત્કાર ગુજા૨વાના કેસમાં ભરૂચના એડીશનલ એન્ડ ડી. સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે.
ઘટનાની 22 ફેબ્રુઆરી 2017 ની પોલીસ ફરિયાદ અનુસાર પીડિતા ભરૂચ જીલ્લા એક ગામની સ્કુલમાં ધોરણ 12 માં અભ્યાસ ક૨તી હતી. પીડિતાને બે વર્ષથી આરોપી સંજય ગોહિલ પ્રેમ સંબંધ રાખવા સતત હેરાન કરતો હતો. પોતાના હાથમાં બ્લેડ મારી પોતે મરી જશે તેવું દબાણ લાવતો હતો.દરમ્યાન ભોગ બનના૨ને સતત પીછો કરી બાઈક ઉપર બેસાડીને જબ૨જસ્તીથી ઉઠાવી લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી અવાર નવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ ભોગ બના૨ની મરજી વિરૂધ્ધ તેની સાથે બદકામ ક૨તો હતો.અંતે પિતાએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જે કેસમાં ભરૂચના એડીશનલ એન્ડ ડી.સેશન્સ કોર્ટના જજ એ.કે.રાવ દ્વારા સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલો ધ્યાને લઈ આરોપી સંજય ગોહિલને 10 વર્ષની સજા સાથે દંડનો હુકમ કરી દાખલારૂપ ચુકાદો આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.