તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ભરૂચ નગરપાલિકા પ્રમુખના જાતિ પ્રમાણપત્ર મામલે કોર્ટનો પોલીસ કાર્યવાહી કરવા આદેશ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ફરિયાદ ન લેતાં ન્યાય મેળવવા માટે વકીલ મારફતે કોર્ટના દ્વાર ખખડાવ્યાં
  • એ ડિવિઝન પોલીસને આ મામલે કાર્યવાહી કરી 30 દિવસમાં રિપોર્ટ કરવા ફરમાન

ભરૂચ નગરપાલિકાની ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં બાદ પ્રમુખ પદની બેઠક અનુસુચિત જાતિની હોય અનામત બેઠક પરથી ચુંટાયેલા ઉમેદવારો પ્રમુખપદ માટે દાવેદારી કરી શકતા હોય છે. પરંતુ વોર્ડ નંબર 5માં જનરલ બેઠક ઉપરથી વિજેતા થયેલા અમિત શીવલાલ ચાવડાએ હિંદુ દરજી જ્ઞાતિના ખોટા પ્રમાણપત્રો રજુ કરી નગરપાલિકાનું પ્રમુખ પદ હાંસલ કર્યું હોવાના આક્ષેપ સાથે ભરૂચના જ ફરિયાદી દિનેશ ખુમાણે પોલિસ મથકે લેખિત ફરિયાદ આપી હતી.

પરંતુ પોલીસે ફરિયાદ દાખલ કરી નહોતી. જેથી ફરીયાદીએ તેના ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતા મારફતે ભરૂચની ત્રીજા એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે ફરીયાદીની ફરિયાદ નહીં લીધી હોવાનું કારણ રજૂ કર્યું હતું. જે બાબતે કોર્ટે સી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈને કોર્ટમાં હાજર રાખી નિવેદન નોંધ્યુ હતું. જેમાં સમગ્ર પ્રકરણ સી-ડિવિઝન પોલીસની હદમાં નહીં બન્યું હોવાની પીઆઈએ કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી હતી. જે બાદમાં કોર્ટે એ-ડિવિઝન પોલીસને સીઆરપીસી કલમ 156(3) મુજબની કાર્યવાહી કરવા અને તેનો રિપોર્ટ 30 દિવસમાં રજૂ કરવા આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...