હુકુમ:રેતી ખનન મામલે મોનિટરીંગ કમિટી બનાવવા કોર્ટનો આદેશ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્લતીર્થના રહિશે હાઇકોર્ટમાં રીટ કરી હતી

ભરૂચના શુકલતીર્થ નદીના પટમાં રેતી ખનનથી નદીમાં મોટા ખાડાઓ પડતા અવાર નવાર અહીંયા લોકોના ડૂબવાથી મોત નિપજ્યા છે. આ બાબતે ગામના જાગૃત નાગરિકોએ અનેકવાર લેખિત મૌખિક લાગતી વળગતી કચેરીઓને પોલીસ તંત્ર પણ જાણ કરાઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા કેટલાક જાગૃત નાગરિકો દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યા મુજબ, શુકલતીર્થ અને નર્મદા નદીના કિનારે અનેક ધાર્મિક સ્થળો આવેલા છે.આ સ્થળોએ મોટી સંખ્યામાં ભાવિક ભકતો દર્શન અને પિતૃ તર્પણ માટે આવતા હોય છે. પરંતુ નદીની નજીકના વિસ્તારમાં રેતી ખનન થઈ રહ્યું છે.

જે અંગે વહીવટી તંત્ર અને સરકારમાં અનેક રજૂઆતો કરાઈ હતી. છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.જેમાં અરજદાર તરફથી એડવોકેટ કશ્યપ જોશીએ એવી દલીલ કરી હતી કે, કબીરવડ અને શુકલતીર્થ નજીકની નદીમાંથી રેતીનું ખનન થઇ રહ્યું છે. આ વિસ્તારની આધ્યાત્મિક મહત્વ છે તેવી નદીના કુદરતી પ્રવાહને નુકસાન થઇ રહ્યું છે.

સરકાર આ બન્ને જગ્યાઓનો ટુરીસ્ટ માટે વિકાસ કરવા જઇ રહી છે છતા પણ ખનન રોકી શકતી નથી. એટલું જ નહીં રેતીનું ખનન થતા ભુતળના પાણી ઊંડા જઈ રહ્યા છે. પર્યાવરણની સાથે આધ્યાત્મિક મહત્વ ધરાવતી નદીના રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. આ અંગે ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે સરકારને મોનીટરીંગ કમિટી બનાવવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...