તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ઝઘડિયા તાલુકાની સારસા ગ્રામ પંચાયત ઉપર લીઝ ફાળવણીમાં ભ્રષ્ટાચાર, ગ્રામજનોએ હલ્લાબોલ કરતા પોલીસ બોલાવવી પડી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીઝ ધારકે પંચાયતને રૂ.50 હજાર અને દરેક સભ્યને રૂ.5 હજાર અપાયાનો ઘટસ્ફોટ

ઝઘડિયા તાલુકાની સારસા ગ્રામ પંચાયત જ્યાં ગ્રામજનોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે. ત્યાં લીઝની ફાળવણીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ થયો છે. સાથે રણચંડી બનેલી મહિલાઓ અને ગ્રામજનોએ પંચાયત કચેરી ઉપર હલ્લાબોલ કર્યો હતો.

લીઝ ધારકે પંચાયતને રૂપિયા 50 હજાર આપ્યાની કબૂલાત કરી

સરસા ગ્રામ પંચાયત એક તરફ ગ્રામજનોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ આપવમાં ઉણી ઉતરી રહી છે. ત્યાં લીઝ ફાળવણી બાબતે પંચાયત દ્વારા હજારો રૂપિયા લીઝ ધારકો પાસે માંગી ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે સોમવારે ગ્રામજનો વિફર્યા હતા. લીઝ ધારકે પંચાયતને રૂપિયા 50 હજાર આપ્યાની કબૂલાત કરી હતી. જેમાં પંચાયતના દરેક સભ્યો ને 5-5 હજાર આપ્યા હોવાની લીઝ ધારક અને પંચાયત સદસ્યની કબૂલાતથી દેકારો મચી ગયો હતો.

ભ્રષ્ટાચારની તપાસ કરવા ગ્રામજનોએ એકસુર વ્યક્ત કર્યો

લીઝ ફાળવીમાં ભ્રષ્ટાચાર મુદ્દે ગ્રામજનોએ હલ્લાબોલ ‌કરતા‌ ગ્રામ પંચાયત કચેરી બંધ કરવાની નોબત ઉભી થઇ હતી. મોટી સંખ્યામાં મહિલા ગ્રામજનો પંચાયત કચેરી પહોંચતા અફરાતફરી મચી ગઇ હતી. લીઝ મુદ્દે ભ્રષ્ટાચારના ગ્રામજનોના આક્ષેપ વચ્ચે પંચાયતના સભ્યો અને આગેવાનોમાં સોપો પડી ગયો હતો. ગ્રામજનો અને મહિલાઓના હલ્લાબોલના કારણે મામલો થાળે પાડવા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસની દરમિયાનગીરીથી માંડ માંડ મામલો થાળે પડ્યો હતો. જોકે લીઝ ફળવીમાં આચરાયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવા ગ્રામજનોએ એકસુર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...