તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ સ્મશાનમાં વેઇટિંગ:ભરૂચના કોવિડ સ્મશાનમાં મૃતદેહો કતારમાં, જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અત્યંત ગંભીર બની

ભરૂચએક મહિનો પહેલા
 • સવારે છ કલાકથી બપોરે ચાર કલાક સુધીમાં 10 મૃતદેહોને અગ્નિદાહ અપાયો

ભરૂચના કોવિડ સ્મશાનમાં આજે પણ દર એક કલાકે એક મૃતદેહને અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો. આજે સવારે છ કલાકથી બપોરે ચાર કલાક સુધીમાં 10 મૃતદેહો અગ્નિદાહ માટે આવતા એક તબક્કે મૃતદેહો કતારમાં લાગ્યા હતા. ભરૂચ જીલ્લામાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર હાલતમાં પહોચી છે. અને તેની ચાડી ખાઈ રહ્યું છે જીલ્લાનું સ્પેશિયલ કોવિડ સ્મશાન. છેલ્લા બે દિવસથી આ સ્મશાનમાં દર એક કલાકે એક મૃતદેહને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે. આજરોજ સવારે છ કલાકથી અગ્નિદાહ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. અને એક તબક્કે છચિતાઓ સળગી રહી હતી. ત્યાંજ બીજા ત્રણ મૃતદેહો આવી જતા તેઓને કતારમાં રાખવામાં આવ્યા હતા. કોરોનાની આજ દિન સુધીમાં આ સૌથી કપરી સ્થિતિ હતી. જેમાં મૃતદેહને કતારમાં રહેવું પડ્યું હતું. ત્યારે હાલમાં જિલ્લાવાસીઓએ કોઈની પણ રાહ જોયા વિના સુરક્ષિત રહેવાના પ્રયત્નો કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો