કોરોનાનો હાઇજમ્પ:ભરૂચ જિલ્લામાં કોરોનાનો હાઇજમ્પ, એક જ દિવસમાં 16 નવા પોઝિટિવ કેસ

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 11 જૂલાઇથી ત્રીજી લહેરના કેસની ગણતરી શરૂ કરાઇ, કુલઆંક 99 થયો

ભરૂચ જિલ્લામાં એક તરફ ઓમિક્રોનના બે કેસ આવી ગયાં છે. ત્યારે જિલ્લામાં બીજી તરફ કોરોનાના કેસોમાં પણ દિનપ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે. સરકારે કોરોનાની ત્રીજી લહેરને પગલે 11મી જૂલાઇની નવા કેસોની ગણતરી શરૂ કરી છે. ત્યારે સોમવારે એક જ દિવસમાં નવા 16 કેસ નોંધાતાં જિલ્લાનો ત્રીજી લહેરનો અત્યાર સુધીનો કુલ આંકડો 99 પર પહોંચી ગયો છે.

ભરૂચ જીલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વર્તાઇ રહી છે. સરકાર દ્વારા કોરોનાના પહેલી અને બીજી લહેર બાદ 11મી જૂલાઇથી કોરોનાના નવા કેસોની ગણતરી અલગથી શરૂ કરી છે. ત્યારે ત્રીજી લહેરમાં 11 જૂલાઇથી અત્યાર સુધીમાં ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 99 સુધી પહોંચી ગયો છે. જિલ્લાના બે વ્યક્તિઓ ઓમિક્રોન સંક્રમિત થયાં બાદથી ચિંતાજનક સ્થિતીનું નિર્માણ થયું છે.

તેમ છતાં કોરોના અને ઓમ્રિક્રોન પ્રત્યે લોકોની બેજવાબદારીના કારણે જિલ્લામાં કોરોના કેસોમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. સોમવારે જિલ્લામાં ભરૂચ અને અંક્લેશ્વરમાં સાગમટાં 16 કેસ નોંધાયાં છે. જેમાં ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં 7 તેમજ અંક્લેશ્વરમાં ગ્રામ્ય વિસ્તારમાં 1 અને શહેરી વિસ્તારમાં 8 કેસ નોંધાતાં હાલમાં જિલ્લામાં હાલમાં 61 દર્દીઓ સારવાર હેઠળ છે.

ભરૂચ જિલ્લો 89 દિવસ કોરોનામૂક્ત રહ્યો
ભરૂચ જિલ્લામાં ગત 12 જૂલાઇ 2021 સુધીમાં કુલ 10,706 કેસ નોંધાયાં હતાં. જ્યારે 13મી ઓગષ્ટે છેલ્લો દર્દી ડિસ્ચાર્જ થયો હતો. જે બાદ 89 દિવસ સુધી જિલ્લામાં એક પણ કેસ નોંધાયો હતો અને ત્રીજી લહેરમાં 10મી નવેમ્બરે પુન: નવો કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...