તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Corona's Foot Pesra Completes One Year Today In Bharuch District, A Total Of More Than 4300 Cases Of Corona Positive Have Been Reported In The District.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વકર્યો:ભરૂચ જીલ્લામાં કોરોનાના પગ પેસરાનું આજે એક વર્ષ પૂર્ણ, જીલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 4300 થી વધુ કેસ નોંધાયા

ભરૂચ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જીલ્લામાં આઠ એપ્રિલ 2020એ કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો
 • એક સાથે ચાર કેસ આવતા જિલ્લાવાસીઓ ફફડી ઉઠ્યા હતા

ભરૂચ જીલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ આઠ એપ્રિલ 2020ના રોજ નોંધાયો હતો. જેને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે એક વર્ષમાં જીલ્લાની કોરોનાની સ્થિતિ શું છે અને જીલ્લાવાસીઓની સ્થિતિ શું છે તેના ઉપર એક નજર કરીએ.

વર્ષ 2020 ની શરૂઆતથી દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો હતો. જો કે દેશમાં લોકડાઉન બાદ ભરૂચ જીલ્લો કેટલાક દિવસો સુધી સુરક્ષિત રહ્યો હતો. પરંતુ તા. 8 એપ્રિલના રોજ જીલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. ભરૂચના ઇખર ગામે એક સાથે ચાર વ્યક્તિઓમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે તે સમયે ભરૂચ શહેરથી ૩૦ કિમી દુર કેસ આવ્યો હતો. અને શહેરના લોકો ફફડી રહ્યા હતા.

ત્યારે 14 દિવસ સુધી 100 મીટરના વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન ઉભું કરવામાં આવતું હતું. ત્યારે દિવસમાં એક કેસ આવતો હતો. તો પણ લોકોમાં ભારે ફફડાટ ફેલાતો હતો. હવે સ્થિતિ બદલાઇ છે. હવે ૩૦ મીટર નજીક કોરોના પોઝિટિવ આવે તો પણ લોકો ગભરાતા નથી. ઘરની બાજુમાં કોરોના પોઝિટિવ આવ્યો હોવા છતાં લોકો બિન્દાસ્ત બની ગયા છે. અને તે જ કરણ છે કે આજે રોજના ૩૦૦ થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. એક વર્ષના લેખા જોખા જોઈએ તો હાલ સુધીમાં જીલ્લામાં સત્તાવાર કુલ 4300 થી વધુ કેસ નોંધાયા છે. તો જીલ્લામાં મૃત્યુ આંક 33 જ છે. આ સરકારી આંકડા છે. પરંતુ જીલ્લાની સ્થિતિ ખુબ વિકટ છે. ત્યારે લોકોએ સમજવાની જરૂર છે કે હજુ કોરોના ગયો નથી. અને તે હાલ વધુ ઘાતક સાબિત થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો