તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Corona Vaccines And Magnetic Reactions Have Nothing To Do With The Fact That The Human Body Is Already Charged With Electric And Magnetic Cells.

ભરૂચથી:કોરોના વેક્સિન અને મેગ્નેટિક રીએક્ટને કોઈ લેવાદેવા નહીં, માનવ શરીરમાં પહેલાંથી જ ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક સેલ ચાર્જ થતા રહે છે

ભરૂચ3 મહિનો પહેલા
  • આદિ-અનાદિ કાળથી જ દેશ અને દુનિયામાં અનેક વિશેષ શક્તિઓ ધરાવતા લોકો થઈ ગયા છે
  • માનવ શરીરમાં રહેલી અપાર શક્તિઓના રહસ્ય આજે પણ વિજ્ઞાન ઉજાગર કરી શક્યું નથી
  • એકને કોરોના થવો બીજાને ન થવો તે માટે પણ શરીરની આંતરિક શક્તિ અને પોઝિટિવિટી જવાબદાર
  • સિક્કા, કાતર, ચમચીઓ સહિતની ચીજવસ્તુઓ ચીપકી જવી એ વેક્સિન નહીં પણ શરીરમાં ઉત્પન્ન થતા સ્થિર વિધુતનું વિજ્ઞાન
  • ઇલેક્ટ્રિક-મેગ્નેટિક હ્યુમન બોડીનું રિએક્શન સિઝન, કપડાં, સ્થિતિ ઉપર પણ આધાર રાખે

કોરોના વેક્સિન લીધા બાદ હાલ છેલ્લા કેટલાક દિવસથી શરીર મેગ્નેટિક બની જતું હોય અને સિક્કા, ચમચીઓ સહિતની વસ્તુ ચોંટી જવાના વાયરલ થઈ રહેલા અહેવાલો પાછળ વેક્સિન નહીં પણ શરીર વિજ્ઞાન કારણભૂત રહેલું છે. ભરૂચમાં સોમવારે મકતમપુરના 75 વર્ષના વૃદ્ધ ઇકબાલ મેમણે સમાચારો અને અહેવાલો જોઈ પોતાના શરીર પર અખતરો કરી જોયો. આ વૃદ્ધએ કોરોનાની રસી પણ મુકાવી નથી, પરંતુ તેમના શરીર ઉપર પણ વસ્તુઓ ચીપકવા લાગી હતી.

આદિ અનાદિ કાળથી જ માનવ શરીર એ ગૂઢ રહસ્યો અને શક્તિનો ખજાનો હોય જે આધુનિક વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો માટે આજે પણ સંશોધનનો વિષય છે. આપણા ભારત દેશમાં જ અનેક આદિ અને યુગ પુરુષો થઈ ગયા છે. જેઓ કેટલીય વિશેષ અને આશ્ચરજનક શક્તિ ધરાવતા હતા. આજે પણ માનવ શરીરની ચમત્કારિક શક્તિઓથી તબીબો અને વૈજ્ઞાનિકો વિચાર વિમર્શ થઈ જાય છે કે તેને ચમત્કાર કહે છે. એક વ્યક્તિને કોરોના થવો અને બીજાને નહીં તેની પાછળ પણ વ્યક્તિગત શારીરિક અને માનસિક ક્ષમતા જ છુપાયેલી હોય છે. જેને પોઝિટિવિટી, રોગપ્રતિકારક ક્ષમતા સહિત તમારી જીવવાની જીજીવિષા સાથે સીધો સંબંધ રહેલો છે.

શરીરનો દરેક સેલ અંદર-બહાર ચાર્જ થતો રહેતો હોય છે
ભરૂચ IMAના પ્રમુખ ડો. દુષ્યંત વરિયાએ જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન લીધા બાદ શરીર મેગ્નેટિક બની જતું હોવાના હાલના વાઇરલ થઈ રહેલા કિસ્સાઓ એકમાત્ર ભ્રમ છે. દરેક માનવ શરીરમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે જે એક શરીરનું વિજ્ઞાન છે. શરીરનો દરેક સેલ અંદર-બહાર ચાર્જ થતો રહેતો હોય છે. હ્યુમન બોડી ઇલેક્ટ્રિક-મેગ્નેટિક ચાર્જ થતી રહેતી હોય છે. જેની નેગેટિવ-પોઝિટિવ અસરો જોવા મળતી રહે છે. જે સિઝન, કપડાં અને તમે કઈ સ્થિતિમાં કઈ જગ્યાએ છો તેના ઉપર પણ આધાર રાખી રીએક્ટ કરતા શરીરના આ એક્શન-રિએક્શન દરેકમાં જોવા મળે છે. જેનું એક ઉદાહરણ પ્લાસ્ટિકની ખુરશી ઉપર થી અચાનક ઉભા થયા બાદ થતા કરંટનો અહેસાસ કે બીજી વ્યક્તિને અડતા કરંટ ઝટકા જેવું લાગતું તે છે. જે દરેક વ્યક્તિ એ ક્યારેક અનુભવ્યું જ હશે.

માનવીનું મન અને મગજ જે ઈચ્છે તે શરીર પાસે કરાવી શકે
મનુષ્યનું મગજ અનેક અખૂટ શક્તિઓનો ભંડાર છે. એટલે જ કહ્યું છે કે, જેવું વિચારો એવું થાય. મગજ અને મનની પ્રબળ ઈચ્છા શક્તિ જે ધારે તે શરીર પાસે કરાવી શકે છે અને તમારૂં શરીર પણ મગજ અને મનની ધરણાં વિચારશક્તિ મુજબ વર્તવાનું શરૂ કરી દે છે. વેક્સિન લો કે ના લો, પરંતુ તમે મગજથી ધારી તમારા શરીરને તે રીતે ઢાળી શકો છો. ભરૂચમાં રહેતા અને સત્ય શોધક સંઘના પૂર્વ સભ્ય ઋષિ દવેએ જણાવ્યું હતું કે, માનવી મનને મક્કમ કરી જેવી વીચારશક્તિ કેળવે તેવી પરિસ્થિતિનું સર્જન પોતાના શરીર સાથે કેળવી શકે છે. વેક્સિન લેવાથી શરીરમાં મેગ્નેટિક ફિલ્ડ સર્જાય છે તે વાત બિલકુલ પાયા વિહોણી છે અને અંધશ્રદ્ધાને વેગ આપનારી છે. એટલે તમામ નાગરિકોએ વેક્સિન અવશ્ય લેવી જ જોઈએ.

અન્ય સમાચારો પણ છે...