તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાઓને કોરોનાની રસી મુકાઈ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા દ્વારા સ્થળ ઉપર જઈ રસી મુકવામાં આવી
  • તમામને રસી આપવા માટે નગરપાલિકાનો અભિગમ

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં કોરોનાની રસી માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં શાકભાજીના વિક્રેતાઓને રસી મુકવામાં આવી હતી. આ વિક્રેતાઓએ હજુ પોતાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

તમામને રસી લેવા માટે અપીલ કરવામાં આવી

કોરોના સામેની જંગ લડવા માટે રસીકરણ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. વધુને વધુ લોકો રસી મુકાવે તે માટે આયોજન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ જઈ લોકોને રસી મુકવામાં આવી રહી છે. ત્યારે આજરોજ શક્તિનાથ વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાઓને રસી મુકવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમ સ્થળ ઉપર ગઈ હતી અને ત્યાં 31 જેટલા વિક્રેતાઓને રસી મુકવામાં આવી હતી. રસી માટે કેટલાક લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળે છે. અને કેટલાક ડરથી રસી મુકવી નથી રહ્યાં ત્યારે આ રસી સુરક્ષિત છે અને તમામને રસી લેવા માટે અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...