તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:ભરૂચ જીલ્લાના ઉદ્યોગોમાં કોરોનાનો રાફડો ફાટ્યો, મોટા ભાગના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા

ભરૂચ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેટલાક કિસ્સાઓમાં તો આખે આખી કોલોનીમાં ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરાઈ

ભરૂચ જીલ્લામાં આવેલ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓમાં કોરોનાનું જોર વધ્યું છે. ઉદ્યોગોમાં કેટલાય કર્મચારીઓ સંક્રમિત થયા છે. અને કેટલાક ઉદ્યોગોમાં 70 ટકા સ્ટાફ સાથે કામ ચલાવવું પડી રહ્યું છે.

ભરૂચ જીલ્લામાં આવેલ ઔદ્યોગિક વસાહતોમાં આવેલ મોટા મોટા ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. જીલ્લાની અંકલેશ્વર, પાનોલી, ઝગડિયા, દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા હજારો કર્મચારીઓ પૈકી 25 થી 30 ટકા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. જીલ્લાના ઉદ્યોગોમાં કેટલાક ઉદ્યોગપતિઓ પોતાના ફાયદા માટે કર્મચારીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તો કેટલાક કિસ્સાઓમાં તો ઉદ્યોગોની આખે આખી કોલોનીઓના લોકોનો કોરોના ટેસ્ટ કરાવો પડી રહ્યો છે. અને તેમાંથી કેટલાય લોકો પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારે તંત્ર જાગે અને ઉદ્યોગો ઉપર લગામ કસવામાં આવે તથા મેન પાવરમાં ઘટાડો કરી ઉદ્યોગો ચલાવવાની પરવાનગી આપવામાં આવે તેવી પણ માંગ ઉઠવા અપામી છે.

મેઘમણી ગ્રૂપ ઓફ કંપની દ્વારા અંકલેશ્વરની ઇ.એસ.આઈ.હોસ્પિટલને બે અદ્યતન વેન્ટિલેટર અર્પણ કર્યા

હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇ.એસ.આઈ.હોસ્પિટલને સ્પેશલ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. જે હોસ્પિટલમાં વેન્ટિલેટરની જરૂર હોય આ અંગે એ.આઈ.એ.ના પ્રમુખ રમેશ ગાબાણી દ્વારા મેઘમણી ગ્રૂપ ઓફ કંપનીને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી કંપનીએ અદ્યતન વેન્ટિલેટર આપવાની તૈયાર બતાવી હતી. અને આજરોજ મેઘમણી ગ્રૂપ ઓફ કંપની અધિકારીઓએ અંકલેશ્વરની ઇ.એસ.આઈ.હોસ્પિટલને બે અદ્યતન વેન્ટિલેટર અર્પણ કર્યા હતા. આ વેન્ટિલેટર અર્પણ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી રમેશ ભગોરા, મામલતદાર અને મેઘમણી ગ્રૂપ ઓફ કંપની સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો