તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટલેગર પોઝિટિવ:ભરૂચના ઠાકોર રેસ્ટોરન્ટની પાછળથી ઝડપાયેલા એક બુટલેગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વિદેશી દારૂ સાથે 55 હજાર 800ના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્ટેશન રોડ પર આવેલા ઠાકોર રેસ્ટોરન્ટની પાછળથી વિદેશી દારૂ સાથે 55 હજાર 800ના મુદ્દામાલ સહિત બુટલેગરને ઝડપી પાડ્યો હતો. તેનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તહેવારોને લઈ દારૂ-જુગારની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. ભરૂચ એલસીબી ટીમે બાતમીના આધારે સ્ટેશન રોડ પર આવેલા ઠાકોર રેસ્ટોરન્ટની પાછળની ગલીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પ્રતીક બિપીનચંદ્ર કાયસ્થની ધરપકડ કરી હતી.

બુટલેગર પાસેથી કુલ 55 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપીની ધરપકડ કર્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરવવામાં આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સિવિલમાં એડમીટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકારની ગાઈડલાઇન અનુસાર તમામ આરોપીઓની ધરપકડ કરાતા સૌ પ્રથમ તેમનો કોરોના રિપોર્ટ કઢાવવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો