તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Corona Report Of 10 Workers Positive Just Before The Arrival Of The President, 23 Positive Cases Were Also Registered In Narmada District On The Second Day On Tuesday.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:રાષ્ટ્રપતિના આગમન પહેલાં જ 10 કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, નર્મદા જિલ્લામાં મંગળવારે બીજા દિવસે પણ પોઝિટિવ 23 કેસ નોંધાયાં

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં 27 કેસના ઉછાળા સાથે કુલઆંક 2994 પર પહોંચી ગયો

કેવડિયા ખાતે 25 અને 26મી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં બે દિવસીય ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ત્યારે કાર્યક્રમ પહેલાં બે દિવસથી નર્મદા જિલ્લામાં સતત 23 કેસ નોંધાયાં છે. તેમાંય કાર્યક્રમ સાથે સંકળાયેલાં ગરૂડેશ્વર મામલતદાર સહિત 10 અધિકારીઓ - કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં દોડધામ મચી છે. ભરૂચમાં પણ આજે કોરોનાના 27 નવા કેસોનો ઉછાળો થતાં કુલ આંક 2994 થયો છે.

નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે આવતીકાલે બુધવારથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતીમાં ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે ઉપ રાષ્ટ્રપતિ એમ. વેકૈંયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિતના પુર્વ સંધ્યાએ આવી પહોંચ્યાં હતાં. ત્યારે વીવીઆઇપી મહેમાનોને કેવડિયા ખાતે આવેલાં વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત કરાવવા માટે ફરજ પર તૈનાત કરાયેલાં અધિકારીઓ-કર્મીઓ પૈકી બે દિવસમાં 17 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતાં અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે.

ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં બ્લાસ્ટ થયો છે. છેલ્લાં 2 દિવસ સુધી માત્ર 15 - 15 કેસ જિલ્લામાં નોંધાયાં બાદ આજે અચાનક 27 કેસોનો ઉછાળો થતાં જિલ્લાનો કુલઆંક 2994 પર પહોંચી ગયો છે. તેમાં પણ માત્ર ભરૂચમાં જ 17 કેસો નોંધાયા છે. જ્યારે અંક્લેશ્વર, વાલિયા અને વાગરામાં 3-3 કેસ તેમજ આમોદમાં એક 1 કેસ નોંધાયો છે. લાંબા સમય બાદ જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા 20ને વટાવી 27 પર પહોંચતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser