તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વધ્યો:ભરૂચમાં કોરોનાએ અજગરી ભરડો લીધો, કોવિડ સ્મશાન ખાતે નવી છ ચિતા મુકાઈ

ભરૂચ7 દિવસ પહેલા
 • દરરોજ સાતથી દસ મૃતદેહો સ્મશાનમાં આવતા ચિતા વધારાઇ

ભરૂચના કોવિડ સ્મશાન ખાતે છેલ્લા કેટલાક દિવસોથી મોટી માત્રામાં મૃતદેહો આવી રહ્યાં છે. જેના કારણે સ્મશાન ખાતે છ નવી ચિતાઓ મુકવામાં આવી છે. જેમાં શહેરમાં પરિસ્થિતિ ગંભીર થઇ રહી હોવાની વાતને કોઇ બે મત નથી.

રાજ્યના એક માત્ર કોવિડ સ્મશાન ભરૂચ ખાતે આવેલ છે. કોવિડ સ્મશાનમાં છેલ્લા એક સપ્તાહથી મૃતદેહોનો ખડકલો જોવા મળી રહ્યો છે. રોજેરોજ સાતથી દસ મૃતદેહો આવી રહ્યા છે. હાલમાં કોવિડ સ્મશાનમાં ત્રણ ચિતાઓ હતી. અને વધુ મૃતદેહો આવતા તેને ખુલ્લામાં અગ્નિદાહ આપવો પડતો હતો. ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક દાતાઓએ ચિતા આપવાનું નક્કી કર્યું હતું. અને આજરોજ વધુ છ ચિતાઓ દાનમાં આપવામાં આવી હતી. હાલમાં કોવિડ સ્મશાનમાં કુલ નવ ચિતાઓ છે. જો કે અન્ય ચિતાઓ માટે શેડ બનાવવાનો બાકી છે. પરંતુ તે પણ દાતાઓ દ્વારા ટૂંક જ સમયમાં બનાવી દેવામાં આવશે. હાલમાં ભરૂચ જીલ્લાની સ્થિતિ ખુબ જ વિકટ બની હોય તે નજરે દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો