તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:કોરોના પોઝિટિવ વધુ એક દર્દીનું મોત, નવા 15 કેસ

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં 9 અને અંક્લેશ્વરમાં 6 કેસ નોંધાયાં
  • કુલ 2919 સાજા થયાં, 135 સારવાર હેઠળ

ભરૂચ જિલ્લામાં કોરોનાનો આંક પુન: વધી રહ્યો છે. રવિવારે કોરોનાના વધુ 15 કેસ નોંધાયાં છે. જેમાં ભરૂચમાં 9 અને અંક્લેશ્વરમાં 6 કેસ નોંધાતાં કુલ આંક 3086 થયો છે.અત્યાર સુધી 2919 લોકોને રજા આપી છે. કોરોનાની સારવાર વેળાં એક દર્દીનું મોત થયું હતું.

ભરૂચ જિલ્લામાં કોરોનાના સેકન્ડ વેવની અસર જોવા મળી રહી છે.રવિવારે જિલ્લામાં કોરોનાના 15 કેસ નોંધાયાં હતાં. જેમાં ભરૂચમાં ગ્રામ્ય વિસ્તારમાં 8 અને શેહરી વિસ્તારમાં 1 મળી 9 કેસ જ્યારે અંક્લેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં 2 અને શહેરી વિસ્તારમાં 4 મળી કુલ 6 કેસ નોંધાતાં કુલ આંક 3086 થયો છે. કોરોનાને આજે 9 લોકોએ હરાવતા અત્યાર સુધી 2919 લોકોને રજા આપી છે.

જ્યારે હાલમાં 86 લોકો હોમ આઇસોલશનમાં અને 49 લોકો કોવિડ હોસ્પિટલમાં મળી કુલ 135 લોકો સારવાર લઇ રહ્યાં છે.જિલ્લામાં આજે અંક્લેશ્વરના ચીકુવાડી પાસે કાલિન્દી એપાર્ટમેન્ટ ખાતે રહેતાં 68 વર્ષીય વૃદ્ધનું કોરોનાનો પોઝિટિવ રીપોર્ટ આવ્યાં બાદ મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...