તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ 5 વૃદ્ધ સહિત 7ના મોત, નવા 26 કેસ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ-અંક્લેશ્વરમાં 11-11 કેસ, ઝઘડિયા-વાગરામાં 2-2 કેસ સાથે કુલ આંક 1892

જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવના નવા 26 કેસ સાથે કુલ આંકડો 1892 થયો છે. જેમાં ભરૂચ અને અંક્લેશ્વરમાં 11-11 જ્યારે ઝઘડિયા અને વાગરામાં 2-2 નોંધાયા હતાં. જિલ્લામાં શુ્્ક્રવારે 7 દર્દીના મોત થયાં છે. ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગે ગઇકાલે લીધેલાં 995 સેમ્પલ પૈકી 26 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેમાં ભરૂચ અને અંક્લેશ્વરમાં જ 11-11 કેસ નોંધાયાં છે. જ્યારે વાગરા અને ઝઘડિયામાં 2-2 કેસ નોંધાતાં જિલ્લામાં કોરોનાનો આંક 1892 પર પહોંચી ગયો છે.

જિલ્લામાં 20 લોકો સાજા થતાં અત્યાર સુધીમાં 1637 દર્દીને રજા આપી છે. ત્યારે 87 દર્દીને હોમ આઇસોલેશનમાં અને 140 દર્દીને કોવિડ-19 હોસ્પિટલોમાં સારવાર માટે રાખ્યા છે. જિલ્લામાં શુક્રવારે કોરોનાની સારવાર વેળાં 7 દર્દીના મોત થયા હોવાના અહેવાલ છે. જે પૈકી ભરૂચમાં જ 4 લોકોના મોત થયાં છે. જેમાં અંબિકા નગર ખાતે રહેતાં 51 વર્ષીય પ્રૌઢ, દાંડિયાબજાર ચિંગસપુરા વિસ્તારમાં રહેતાં 75 વર્ષીય વૃદ્ધા, નર્મદા દર્શન એપાર્ટમેન્ટમાં રહેતાં 86 વર્ષીય વૃદ્ધ અને નાની ડુંગરી મદિના હોટલ પાસે રહેતાં 63 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે.

જ્યારે અંક્લેશ્વરમાં ભરૂચી નાકા પાસેની હરીદર્શન સોસાયટીમાં રહેતાં 75 વર્ષીય વૃદ્ધ અને ગાર્ડન સીટી ખાતે રહેતાં 59 વર્ષીય મહિલાનું તેમજ વાગરામાં પણિયાદરા ગામે 62 વર્ષીય વૃદ્ધનું સારવાર વેળાં મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...