તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:ભરૂચમાં કોરોના પોઝિટિવ વુધ 4 જણના મોત, નવા 16 કેસ સાથે કુલઆંક 3225

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચમાં 9, અંક્લેશ્વરમાં 5 તેમજ ઝઘડિયા તાલુકામાં કોરોનાના 2 કેસ નોંધાયાં
 • જિલ્લામાં અત્યાર સુધીમાં 3038 સાજા થતા રજા અપાઇ, 155 સારવાર હેઠળ

ભરૂચ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 16 કેસ નોંધાતાં કુલ આંક 3225 થયો હતો. જેમાં ભરૂચમાં 9, અંક્લેશ્વરમાં 5 તેમજ ઝઘડિયામાં 2 કેસ નોંધાયાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 3038 લોકો કોરોનાથી સાજા થયાં હતાં. જ્યારે કોરોનાની સારવાર વેળાં આજે ભરૂચમાં 4 લોકોના મોત નીપજ્યાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.જોકે, હાલમાં ત્રણેક દિવસથી માત્ર 16-17 કેસો આવી રહ્યાં હોઇ કેસોની સંખ્યા સ્થિર હોવાનું લાગી રહ્યું છે. સોમમારે પણ જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયાં હતાં. જેમાં ભરૂચમાં 9, અંક્લેશ્વરમાં 5 તેમજ ઝઘડિયામાં 2 કેસ મળી જિલ્લાનો કુલઆંક 3225 પર પહોંચ્યો છે. સોમવારે 19 લોકો સાજા થતાં અત્યાર સુધીમાં 3038 લોકોને રજા આપી છે. જ્યારે હાલમાં હોમ આઇસોલશેનમાં 88 તેમજ કોવિડ હોસ્પિટલમાં 67 લોકો મળી કુલ 155 લોકો સારવાર હેઠળ છે.આજ કોરોનાની સારવાર વેળા કુલ 4 લોકોના મોત થયાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જેમાં ભરૂચના નારાયણ નગર 4માં 70 વર્ષીય વૃદ્ધ, આતિર્થ બંગ્લોઝમાં 77 વર્ષીય મહિલા, જ્યોતિનગર પાસેના સિધ્ધાર્થ બંગ્લોઝમાં 78 વર્ષીય વૃદ્ધ તેમજ ડભાલી ગામે 77 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો