કોરોના કહેર:ભરૂચમાં કોરોના પોઝિટિવ 4ના મોત: ત્રણ જ દિવસમાં 66 કેસ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 1051 સેમ્પલ પૈકી 25 લોકોના રિપોર્ટ પોઝિટિવ, કુલ આંક 1866
  • ભરૂચમાં જ 14 કેસ, અંક્લેશ્વરમાં 9 અને જંબુસર તથા હાંસોટમાં 1-1 કેસ નોંધાયો

ભરૂચ જિલ્લામાં કોરોના લોકોને સતત પોતાના સકંજામાં જકડી રહ્યો છે. છેલ્લાં 3 જ દિવસમાં કોરોનાના નવા 66 કેસ નોંધાયાં છે. જેમાં બુધવારે લેવાયેલાં 1051 સેમ્પલ પૈકી 25 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ત્યારે તે પૈકીના 56 ટકા એટલે કે 14 કેસ માત્ર ભરૂચમાં નોંધાયાં છે. જ્યારે અંક્લેશ્વરમાં 9 અને હાંસોટ તથા જંબુસરમાં 1-1 કેસ નોંધાયો છે. જિલ્લામાં ગુરુવારે કોરોનાની સારવાર વેળાં 4 દર્દીના મોત નીપજ્યાં હતાં. ભરૂચ જિલ્લામાં ત્રણ જ દિવસમાં કોરાનાના કુલ 66 કેસ નોંધાયાં છે.આરોગ્ય વિભાગે બુધવારે 1051 લોકોના સેમ્પલ લીધા હતાં. જે પૈકીના 25 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.

જેમાં ભરૂચમાં જ 14 કેસ જ્યારે 9 કેસ અંક્લેશ્વરમાં અને હાંસોટ તેમજ જંબુસરમાં 1-1 કેસ નોંધાયો છે. જિલ્લામાં આજે 16 લોકો કોરોનામાંથી સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 1617 લોકોને રજા આપી છે. જ્યારે હાલમાં 89 દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ્યારે 132 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.જિલ્લામાં ગુરુવારે કોરોનાની સારવાર વેળાં 4 દર્દીના મોત થયાં હોવાનું કોવિડ સ્મશાનના ચોપડે નોંધાયું છે. જેમાં ભરૂચમાં આનંદમંગલ સોસાયટીમાં રહેતાં 66 વર્ષીય વૃદ્ધા, કેલોદની 61 વર્ષીય વૃદ્ધા સહિત અંક્લેશ્વરમાં મોદી નગર ખાતે રહેતાં 85 વર્ષના વૃદ્ધ અને વાલિયાના ડહેલી ગામેના 65 વર્ષીય વૃદ્ધાનું કોરોનાની સારવાર વેળાં મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...