કોરોનાવાઈરસ:ભરૂચમાં કોરોના પોઝિટિવ વધુ 3ના મોત: નવા 17 કેસ, 194 સારવાર હેઠળ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરમાં 10, ભરૂચમાં 5, તેમજ ઝઘડિયામાં 2 કેસ આવ્યાં
  • અત્યાર સુધીમાં 1177 લોકો સાજા થયાં

જિલ્લામાં બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1070 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જે પૈકી 17 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લામાં પોઝિટિવનો કુલ આંક 1396 પર પહોંચ્યો છે. જિલ્લામાં ગુરુવારે આમોદમાં 10, ભરૂચમાં 5 તેમજ ઝઘડિયામાં 2 કેસ નોંધાયાં છે. જિલ્લામાં ગુરુવારે 3 વ્યક્તિઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. જોકે સરકારી ચોપડે મૃત્યુઆંક હજી 25 પર જ સ્થીર રહ્યો છે.

ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. ત્યારે બુધવારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1070 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે પૈકી 17 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લાનો કુલ આંક 1396 પર પહોંચ્યો હતો. ગુરુવારે અંકલેશ્વરમાં 10, ભરૂચમાં 5 તેમજ ઝઘડિયામાં 2 કેસ નોંધાયાં છે. જિલ્લામાં ગુરુવારે 14 લોકોને રજા આપવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ 1177 લોકોને સાજા થયાં છે. જેથી તેમની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે હાલમાં 194 લોકો કોરોનાની સારવાર હેઠળ છે. જે પૈકી 31 લોકોને હોમ આઇસોલેશનમાં છે જ્યારે 163 લોકોને કોવિડ - 19 હોસ્પિટલોમાં રાખવામાં આવ્યાં છે.

જિલ્લામાં આજે કોરોનાની સારવાર વેળાં 3 લોકોના મોત થયાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જેમાં ભરૂચમાં ભોલાવ વિસ્તારમાં આવેલાં રંગકુટીર બંગ્લોઝમાં રહેતાં 65 વર્ષીય વૃદ્ધ, અંક્લેશ્વરના અંદાડા ગામે શ્યામ રેસીડન્સીમાં રહેતી 46 વર્ષીય એક મહિલા તેમજ પાલેજના કપાસીયા હોલ વિસ્તારમાં રહેતાં 88 વર્ષની વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...