લોકડાઉનના ભણકારા:ભરૂચ જિલ્લામાં હવે કોરોના અનલોક, નવા 50 કેસ

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરૂચમાં 30, અંક્લેશ્વરમાં 16, વાલિયામાં 3 અને ઝઘડિયામાં 1 કેસ નોંધાયો

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. શુક્રવારે પણ જિલ્લામાં કોરોનાના એક સાથે નવા 50 કેસ નોંધાતાં જિલ્લામાં પોઝિટીવનો કુલ આંકડો 257 પર પહોંચી ગયો છે. નવા નોંધાયેલાં 50 કેસ પૈકી 30 કેસ માત્ર ભરૂચ પંથકમાં જ નોંધાયાં હતાં.

જિલ્લામાં હાલમાં 199 એક્ટીવ કેસ પૈકી 189 લોકો હોમ આઇસોલેશનમાં જ્યારે 10 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં રોજે રોજ કેસોની સંખ્યા પર વધારો થઇ રહ્યો છે. આજે શુક્રવારે જિલ્લામાં કોરોનાના નવા 50 કેસ નોંધાયાં છે. જેમાં સૌથી વધુ ભરૂચમાં 30 કેસ નોંધાયાં છે.

કમુરતા બાદ લગ્ન આયોજકોના માથે ચિંતા
જિલ્લામાં કોરોના મહામારી પુન: વિસ્ફોટક રીતે વધી રહી છે.ત્યારે કમુરતા બાદ જિલ્લામાં લગ્ન તેમજ અન્ય શુભપ્રસંગોનું આયોજન કરનારા લોકોના માથે હવે ચિંતાની લકીર ઉપસી આવી છે. બેકાબુ બની રહેલાં કોરોનાને કારણે લોકડાઉન કે પછી કાર્યક્રમોમાં લોકોની સંખ્યાને લઇને કોઇ નિર્ણય લેવાય તો તેમના કાર્યક્રમોને કોરોનાનું ગ્રહણ લાગે તેવી ચિંતાને લઇને તેઓ હવે અવઢવમાં મુકાયાં છે.

અન્ય સમાચારો પણ છે...