તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરુણાંતિકા:ભરૂચ જિલ્લામાં કોરોનાએ સર્જી કરૂણાંતિકા, 12 કલાકના ગાળામાં 11 લોકોના કોવિડ પ્રોટોકલ મુજબ અંતિમ સંસ્કાર

ભરૂચ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 9 વર્ષના બાળકે પિતાને અગ્નિદાહ આપ્યો
 • 2 બહેનોના હાથે પિતાની અંતિમવિધિ કરવામા આવી

ભરૂચ જીલ્લામાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે અને કોવીડ સ્મશાનમાં કરુણાંતિકાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંતિમ સંસ્કાર માટે રીતસરનું વેઈટીગ બોલાઈ રહ્યું છે. ભરૂચના કોવીડ સ્મશાનમાં દર 1 કલાકે 1 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં ગત મધ્ય રાત્રીના 3 કલાકથી આજે બપોરે 3 કલાક સુધીમાં 11 વ્યક્તિઓના મૃતદેહને અંતીમ સંસ્કાર આપવામાં આવ્યા. એટલે કે દર 1 કલાકે 1 વ્યક્તિનો અગ્નિ દાહ... આનાથી વિકટ પરિસ્થિતિ શું હોઈ શકે? તો આજે પોતાના મૃત પિતાને બે દીકરીઓએ અગ્નિ દાહ આપી પોતાની ફરજ અદા કરી હતી. કોવીડ સ્મશાનમાં રોજે રોજ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ક્યાંક મૃતકના મૃતદેહ સાથે તેઓના સ્વજનો પણ આવવા રાજી નથી તો ક્યાંક સ્વજનને મૃત્યુથી આક્રંદ સાથે વાતાવરણ ગમગીન બની જાય છે. વહીવટી તંત્ર ભલે ચુપ હોય અને મૃત્યુના સાચા આંકડા ન દેખાડતું હોય પરંતુ કોવીડ સ્મશાનના આ દ્રશ્યો અને સળગતી આ ચિતાઓ સાંપ્રત સ્થિતિની ચાડી ખાય છે. જિલ્લાવાસીઓને અમે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છે કે આપ સલામત રહો અને સુરક્ષિત રહો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો