રાહત:ભરૂચ જીલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો, ત્રણ દિવસમાં 364 વ્યક્તિઓ સાજા થયા

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ દિવસમાં 202 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • જીલ્લામાં કુલ આંકડો દસ હજાર નજીક પહોંચ્યો

ભરૂચ જીલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ રિકવરી રેટ પણ વધ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 202 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સામે 364 વ્યક્તિઓ સાજા થયા છે.

જીલ્લામાં હાલમાં 1500 જેટલા એક્ટિવ કેસ છે

કોરોનાની સેકંડ વેવ હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભરૂચ જીલ્લામાં પણ કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. અગાઉ પોઝિટિવ કેસોની સંખ્યા ૩ આંકડામાં આવતી હતી. જે ઘટીને હવે 2 આંકડામાં આવી ગઈ છે. છેલ્લા ૩ દિવસની વાત કરીએ તો 23 મે ના રોજ જીલ્લામાં 82 કેસ નોંધાયા હતા. બે મૃત્યુ નોંધાયા હતા તો સામે 125 લોકો સાજા થતા તેઓને રજા આપવામાં આવી હતી.

જીલ્લામાં કુલ સંક્રમિતોનો આંકડો દસ હજારને આંબી ગયો

24 મે ના રોજ 81 પોઝિટિવ કેસ નોંધાયા હતા. 2 મૃત્યુ નોંધાયા તો 122 લોકો સાજા થતા તેઓને રજા આપવામાં આવી હતી. તેમજ 25 મે ના રોજ જીલ્લામાં માતર 39 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો 117 લોકો સાજા થયા હતા. જેઓને રજા આપવામાં આવી હતી. ગતરોજ સત્તાવાર એક મૃત્યુ નોંધાયું હતું. આમ જીલ્લામાં ૩ દિવસમાં કુલ 202 પોઝિટિવ કેસ નોંધાયા સામે 364 વ્યક્તિઓ સાજા થયા હતા. અને સત્તાવાર પાંચ મૃત્યુ નોંધાયા છે. જીલ્લામાં હાલમાં 1500 જેટલા એક્ટિવ કેસ છે. તો જીલ્લામાં કુલ સંક્રમિતોનો આંકડો દસ હજારને આંબી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...