કોરોના અપડેટ:ભરૂચ જિલ્લામાં કોરોના બ્લાસ્ટ, એક જ દિવસમાં 26 કેસ, કુલઆંક 125 થયો

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ પણ સંક્રમિત આવ્યાં, શાળાઓ બંધ કરાઇ

ભરૂચ શહેર જિલ્લામાં કોરોના મહામારી પુન: સ્ફોટક રીતે વધી રહી છે. સોસિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અવેરનેસ તેમજ અન્ય કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવામાં લોકો દ્વારા નિષ્કાળજી દાખવવામાં આવતાં હવે જિલ્લામાં રોજના કેસો નોંધાઇ રહ્યાં છે.

જિલ્લામાં 11 જૂલાઇની ત્રીજી લહેરની શરૂઆત ગણવામાં આવી રહી છે. ત્યારે સોમવારે સાગમટા 16 કેસ નોંધાયાં બાદ આજે મંગળવારે એક સાથે 26 કેસ નોંધાતાં જિલ્લામાં કોરોના સંક્રમણના કિસ્સા કુદકેને ભુસકે વધી રહ્યાં હોવાનું દેખાઇ રહ્યું છે. જિલ્લામાં 11 જૂલાઇથી અત્યાર સુધીમાં કોરોનાની લહેરમાં 125 કેસ નોંધાયાં છે.

મંગળવારે નોંધાયેલાં 26 કેસો પૈકી 15 કેસ ગ્રામ્ય વિસ્તારમાં તેમજ 11 કેસ શહેરી વિસ્તારમાં નોંધાયાં છે. જિલ્લામાં હાલમાં 83 એક્ટીવ કેસ છે. શહેરની એમિટી તેમજ જીએનએફસી સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત આવતાં બન્ને શાળાઓ બંધ રખાઇ હતી.જોકે, બાળકોના શિક્ષણ પર અસર ન પડે તે માટે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરાઇ હતી

અન્ય સમાચારો પણ છે...