તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Controversy Over Cutting Down 12 Trees Without Permission In Bholav Prayer School In Bharuch, Complaint Registered Against 4 Trustees

વિવાદ:ભરૂચના ભોલાવમાં પ્રાર્થના વિદ્યાલયમાં પરવાનગી વગર 12 વૃક્ષો કાપી નાખતાં વિવાદ, 4 ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધાઇ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાર્થના વિધાલય દ્વારા નચિકેત એકેડમીના કેમ્પસના 12 વર્ષ જૂના 12 જેટલા વૃક્ષોને કાપી નખાયા

ભરૂચના ભોલાવમાં આવેલી પ્રાર્થના વિધાલય દ્વારા નચિકેત એકેડમીના કેમ્પસના 12 વર્ષ જૂના 12 જેટલા વૃક્ષોને વગર પરવાનગીએ કાપી નાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. મેનેજીંગ ટ્રસ્ટી એ આ અંગે ફરિયાદ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

પ્રાર્થના વિધાલય ચલાવવા માટે આનંદ એજયુકેશન ટ્રસ્ટને માસિક 2 લાખ રુપિયાના ભાડાથી નચીકેત એકેડમીની મીલકતનો લીવ અને લાયસન્સની કરાર કરવામાં આવેલ છે. ડો. જિગ્નેશ પટેલ પ્રાર્થના વિધાલયના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે અને નચિકેત એકેડમીના ભાગીદાર તરીકે કાર્યરત છે. ગત 4 જુલાઈના રોજ જીગ્નેશ પટેલ તેમજ ભાગીદાર ધર્મીસ્થા બેનને કોઇ પણ જાતની માહિતી આપ્યા વગર સંયુકત માલિકીવાળા કેમ્પસમાં અંદાજીત બાર વર્ષ જુના વૃક્ષોનું છેદન કરી દેવામાં આવ્યું હતું.

વૃક્ષોના છેદન માટે કોઇ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવામાં ન આવી હોય શાળાના આચાર્ય અને જવાબદાર ટ્રસ્ટીઓ નિતિનકુમાર એન પટેલ, મુકેશકુમાર ડી ટેલર, રાકેશ ડી સોલંકી અને શ્રીમતી કોસાંબી એન પટેલ સામે વગર મંજૂરીએ વૃક્ષો કાપવા અને કપાવવા સામે સખત કાર્યવાહી કરવા તંત્રમાં ફરિયાદ કરાઈ છે.

બીજી બાજુ શાળાના આચાર્યએ અંગે આસપાસના રહીશોને આ જંગલી વૃક્ષો તેમજ તેંના ફળ નડતર અને જોખમરૂપ હોવા બાબતે રજુઆત કરતા મૌખિક મંજૂરીથી કપાયા હોવાનો બચાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...