નિયંત્રણ:ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેરાત પર નિયંત્રણ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી મિલકતોમાં હોર્ડિંગ્સ, કટઆઉટ મુકવા પરવાનગી જરૂરી

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલ છે. તે મુજબ મતદાન અને મતગણતરી નકકી કરવામાં આવેલ છે. ભરૂચ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જેડી પટેલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ, 1973ની કલમ-144 અન્વયે મળેલા અધિકારીની રૂએ ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન વિશાળ કટાઆઉટ, જાહેરાત, પાટીયા, બેનર વિગેરે મુકવા ઉપર નિયંત્રણ મુકવા હુકમ કરેલ છે.

જેમાં રાજ્ય સરકાર, અથવા સરકારી બોર્ડ નિગમો, પંચાયતની માલિકીના રસ્તાઓ, માર્ગો, મકાનો અથવા અન્ય કોઈ જાહેર જગ્યાઓ ઉપર કોઈપણ રાજકીયપક્ષો દ્વારા, ઉમેદવાર અથવા આવા ઉમેદવાર માટે કોઈ મંડળ, સંગઠન, અથવા વ્યક્તિ દ્વારા સમાચાર બોર્ડ અથવા જાહેર નોટીસ ન હોય એવા કોઈપણ પ્રકારના કટાઆઉટ, જાહેરાત પાટીયા, પોસ્ટર, ધજા પટાકા, બેનર્સ મુકી શકાશે નહિં કે દિવાલો પર ચિત્રો દોરવી શકશે નહિ, કે કમાનો દરવાજા વિગેરે ઉભા કરી શકશે નહિ.

આવી જગ્યા કે મિલકત ભાડે હશે તો પણ મુકી શકાશે નહિ. સાથે સમાચાર બોર્ડ અથવા કટઆઉટ, જાહેરાત પાટીયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ, ખાનગી માલિકીની જગ્યામાં મુકવા માંગતા હોય તો ચૂંટણીના ઉમેદવાર માટેના કોઈ મંડળ, સંગઠન અથવા વ્યક્તિએ નીચેની શરતોનું પાલન કરવાની શરતે મુકી શકશે કે ઉભા કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...