ચાઈનીઝ દોરી ઝડપાઈ:ભરૂચમાંથી પ્રતિબંધિત દોરી ઝડપાવાનો સિલસિલો યથાવત, ચાર સ્થળો પરથી પાંચ લોકો ઝડપાયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ભરૂચ જીલ્લા પોલીસે ચાર અલગ અલગ સ્થળોએથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે પાંચ ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા પક્ષી અને લોકો માટે પ્રાણઘાતક એવા ચાઇનીઝ દોરીના વેચાણનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ભરૂચ સી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે, વડદલા ગામની પંચાયત ઓફીસ પાસે બે ઈસમો ચાઇનીઝ દોરીનો જથ્થો લઇ આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળા ઈસમો બાઈક લઇ આવતા પોલીસે તેઓને રોકી સ્થળ પરથી ચાઇનીઝ દોરીની 30 નંગ બોબીન અને બે ફોન તેમજ બાઈક મળી કુલ 58 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કીશનાદ ગામના માતા ફળિયામાં રહેતો જેનીલકુમાર પાટણવાડિયા અને આશિષ જયંતી પાટણવાડિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

તો આવીજ રીતે ભરૂચ મકતમપુર ગામના નવયુગ સ્ટ્રીટ મહાકાલી મંદિર પાસે રહેતો અવિનાશ ઉત્તમ કહાર પોતાના ઘર બહાર ગલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે સી ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ચાઇનીઝ દોરીની 7 નંગ બોબીન મળી કુલ 1750નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અવિનાશ ઉત્તમ કહારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ સી ડીવીઝન પોલીસે બાતમીના આધારે જયોતિ નગર સોસાયટીની બહાર માર્ગની બાજુમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ગુલ મોહર ફળિયાના હિતેશ લાલજી વાઘેલાને 29 નંગ બોબીન અને ફોન મળી કુલ 18 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

જયારે અંકલેશ્વરના ગડખોલ ગામના અયપ્પા મંદિરની બાજુમાં પતંગ સ્ટોલમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બાતમી વાળી જગ્યા ઉપરથી ચાઇનીઝ દોરીની એક નંગ બોબીન કબજે કરી હતી અને ગડખોલની પાશ્વનાથ નગર સોસાયટીમાં રહેતા જીમિલ ઇન્દ્રવદન પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...