• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Construction Of School Rooms In Narmada As Well As Anganwadi Works Are Still Incomplete, Minister Purnesh Modi Instructed To Complete The Works As Soon As Possible.

મંત્રીએ અધિકારીઓના ક્લાસ લીધા:નર્મદામાં શાળાના ઓરડાના બાંધકામો તેમજ આંગણવાડીના કામો હજુ પણ અધુરા, મંત્રી પૂર્ણેશ મોદીએ વહેલી તકે કામો પૂર્ણ કરવા સૂચના આપી

નર્મદા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ અને મકાન વિભાગના મંત્રી નર્મદા જિલ્લાની મુલાકાતે છે
  • તમામ અધિકારીઓએ જિલ્લાની વિકાસગાથાને આગળ ધપાવવા રચનાત્મક સૂચનાઓ અપાઈ

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી નર્મદા જિલ્લાની 3 દિવસની મુલાકાતે છે. આ દરમિયાન રાજપીપલા ખાતે જિલ્લા સંકલનની બેઠક મળી હતી. જેમાં જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મંત્રીએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો. શાળાના ઓરડાના બાંધકામથી લઈને આંગણવાડી સહિત શૈક્ષણિક વિભાગના પણ ઘણા બધા કામો થયા નથી, જે બાબતે અધિકારીઓને ખખડાવ્યાં હતા.

નગરપાલિકાના નાના-મોટા વહિવટી પ્રશ્નોની ચર્ચા કરાઈ
રાજપીપલા ખાતે આયોજીત જિલ્લા સંકલનની બેઠકમાં તમામ અધિકારીઓએ જિલ્લાની વિકાસગાથાને આગળ ધપાવવા રચનાત્મક સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં ‘નલ સે જલ’ યોજના, બાયપાસ રોડની જમીન સંપાદનની કામગીરી, આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે નવીન તળાવ બાંધકામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નગરપાલિકાના નાના-મોટા વહિવટી પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.

મંત્રીએ અધિકારીઓને ખખડાવ્યાં
​​​​​​​
કેટલાય ગામડાઓમાં હજુ પણ શાળાના ઓરડાના બાંધકામથી લઈને આંગણવાડી સહિત શૈક્ષણિક વિભાગના પણ ઘણા બધા કામો થયા નથી. જે બાબતે પણ અધિકારીઓને મંત્રીએ ખખડાવ્યાં હતા. આ તમામ કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે, મંત્રી દ્વારા વારંવાર ટકોર કરવા છત્તા પણ આ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી, ત્યારે હવે આ સંકલનમાં મંત્રીએ આપેલી સૂચનાનું કેટલું પાલન થાય છે એ જુવો રહ્યું.

અન્ય સમાચારો પણ છે...