આવેદન:ભરૂચમાં કસક ગળનાંળાને પહોળું કરવા માટે દાદર વાળા માર્ગને તોડવાના નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

ભરૂચના કસક ગરનાળાને પહોળું કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી હતી. ત્યારે ગરનાળું પહોળું કરવા માટે વર્ષો જુનો એક માત્ર દાદર વાળો માર્ગ તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

દાદરા વાળો માર્ગ તોડ્યા વગર ગળનાળું તોડવા જણાવાયું

આ અંગે આજરોજ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધી એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં આ ગળનાળું પહોળું કરવા માટે દાદર વાળો માર્ગ તોડ્યા સિવાય પહોળું કરવાનો વિચાર કરવા જણાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ વિક્કી શોખી, નગરપાલિકાના વિપક્ષના નેતા સંસદ અલી સૈયદ, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...